ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ યુવાન પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આજે રસ્તા પર લીંબુ પાણી વેચવા માટે મજબુર થઇ ગયો છે.
કોરોના મહામારીએ સારા સારા વેપારી અને ભણેલા લોકોના ધંધા રોજગાર બંધ કરી દીધા છે. કચ્છનો ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ યુવાન જૈમિન ઠક્કર આજે લીંબુ પાણી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.
લોકડાઉન પહેલા પ્રોગ્રામોમાં ગાઈને પોતાનાનું ગુજરાન ચલાવતો હતો પણ કોરોનાના સંક્રમણના કારણે જે પ્રતિબંધો લાગ્યા એના કારણથી દરેક લોકોના ધંધા રોજગાર પણ અસર કરી છે.
હાલ આ યુવાન આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. લોકો પોતાના ધંધા બંધ કરીને બીજી જગ્યાએ નોકરી કે રોજગાર શોધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ જૈમિન ઠક્કરે પોતાનો જુસ્સો ન ગુમાવી ભુજની બજારમાં લીંબુ પાણી વેચવાનો નિર્ણય લીધો. જૈમીને કહ્યું કે તે પહેલા લગ્ન પ્રસંગે ગીત ગાઈને ગુજરાન ચલાવતો હતો.
આ કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી લગ્નમાં ગીત ગાવા માટે એક પણ ઓડર નથી મળી રહ્યો. જૈમીને કહ્યું કે છેલ્લા એક વર્ષથી કોઈ કામ નથી કોઈ આવક નથી. બેન્ક એકાઉન્ટ પણ ખાલી થઇ ગયા છે.
તો હું અત્યારે લીંબુ પાણી વેચવાનું શરુ કર્યું છે. હાલ નોકરીમાં પણ 5 હજારથી વધારે કોઈ આપવા માટે તૈયાર નથી. એટલે મજબૂરીમાં હાલ લીંબુ સરબત વેચવાનું શરુ કર્યું છે. હાલ જૈમિન પાસે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી.