ગીરના જંગલોમાં આવેલી છે એક ચમત્કારિક અખંડ જ્યોત કે જે વર્ષોથી પ્રજ્વલિત છે, આ જ્યોતમાં ચલણી નોટો સળગતી નથી. જાણો તેના રહસ્ય વિષે.
આપણો ભારત દેશ ચમત્કારોથી ભરેલો છે. તેમને ભારતના કોઈપણ ખૂણામાં જશો તમને ત્યાં કોઈ ને કોઈ ચમત્કારિક જગ્યા જોવા મળશે. આજે અમે તમને ગીરના જંગલમાં આવેલા એક ચમત્કારીક અખંડ ગેસ અગ્નિકુંડ વિષે જણાવીશું. ઘણા વર્ષોથી આ જમીનથી ગેસ બહાર આવે છે. આ જગ્યા પર ચાર યજ્ઞકુંડ આવેલા છે. જેમાંથી એક યજ્ઞકુંડ વર્ષોથી પ્રજ્વલિત છે.
આ અજ્ઞ કુંડમાં પ્રગવલીત અગ્નિ પર હાથ ફેરવવાથી અગ્નિ બંધ થઇ જાય છે. આ યજ્ઞકુંડ પર ચા, રોટલી અને શાક બનાવી શકાય છે. આ યજ્ઞકુંડ માં ચલણી નોટો મુકવા છતાં પણ નોટો સળગતી નથી.
આ જગ્યા ગિરનારના જગતિયા ગામમાં જગડુશા ધામ તરીકે ઓળખાય છે. લોકો આ ધામમાં આ પવિત્ર અખંડ યજ્ઞકુંડ ના દર્શન કરવા માટે આવે છે.
કહેવામાં આવે છે કે આ અગ્નિ આ યજ્ઞકુંડ માં વર્ષોથી અગ્નિ પ્રજવલિત છે. આ યજ્ઞકુંડ માં ભૂગર્ભમાંથી એક ગેસ બહાર આવે છે. જે અગ્નિના સંપર્કમાં આવતા તે સળગી ઉઠે છે અને જો આની પર હાથ ફેરવવામાં આવે તો અગ્નિ બંધ થઇ જાય છે.
આજ સુધી આ ગેસ ક્યાંથી આવે છે. તે કોઈ જાણી નથી શક્યું આ આજે પણ એક મોટું રહસ્ય છે. માટે જ ઘણા લોકો આ જગડુશા ધામના દર્શન કરવા માટે આવે છે.