અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિ પાસે રોકડા ૫.૨૫ લાખ રૂપિયા હતા તો એમ્બ્યુલન્સના કર્મચારીઓએ દર્દીના પરિવારને આ રૂપિયા પરત આપીને ઈમાનદારીનો દાખલો કાયમ કર્યો…

આજે બધા જ લોકો પોતાના સ્વાર્થ માટે જીવતા હોય એવું જોવા મળી રહ્યું છે અને આખો દિવસ લોકો પૈસા પાછળ જ દોડતા હોય એવું જોવા મળી રહ્યું છે. હાલમાં ઘણા એવા લોકો હોય છે જે હંમેશા બીજા લોકોની ભલાઈ માટે જ તેમનો સમય આપતા હોય છે.

આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં લોકો મોટે ભાગે તેમની કોઈને કોઈ વસ્તુઓ ઉતાવળમાં ભૂલી જતા હોય છે અને તેને કેટલાક લોકો માલિક સુધી પહોંચાડીને ઈમાનદારી બતાવતા હોય છે.

akasmata ghayal thayela

હાલમાં એક એવી જ અકસ્માતની ઘટના બની હતી જેમાં ઇજગ્રસ્ત થયેલા વ્યક્તિ પાસે ૫.૨૫ લાખ રૂપિયા હતા અને તે બધા જ રૂપિયા એમ્બ્યુલન્સના કર્મચારીઓએ પરિવારના લોકોને આપીને માનવતા બતાવી હતી. અમદાવાદના વિઠ્ઠલગઢ નજીક અકસ્માતના બનાવમાં નારણભાઈ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેમાં તેમની પાસે ૫.૨૫ લાખ રૂપિયા રોકડા હતા અને આ બનાવ પછી તેમને એમ્બ્યુલન્સમાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારપછી આ દર્દી પાસેથી આટલા રૂપિયા નીકળ્યા તો આ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ એ બધા જ પૈસા સલામત રીતે તેમની પાસે રાખ્યા હતા અને તે બધા જ રૂપિયાને દર્દીના સગા-સબંધીઓને બોલાવીને તેમને પરત આપ્યા હતા.

amadavadna aa hospital ma

આટલી ઈમાનદારી જોઈને પરિવારના લોકોએ પણ આ એમ્બ્યુલન્સના કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ ઇમાનદારીના કામ વિષે તેઓએ ઘણા મોટા વખાણ પણ કર્યા હતા. આજે પરિવાર સહીત હોસ્પિટલનો સ્ટાફ પણ આ એમ્બ્યુલન્સ કર્મચારીઓનો આભાર માની રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!