એક વ્યક્તિ કમાય છે અને આઠ લોકોના પેટ ભરે છે, વાત સાંભળીને આંખો ભરાઈ જશે…

આ દુનિયાની અંદર જે વ્યક્તિએ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્રિત છે, પણ દરેકે દરેક વ્યક્તિઓએ તેમનું ગુજરાન ચલાવવાની માટે તનતોડ મહેનત કરવી પડતી હોય છે. આવી મહેનત કરવા પછી પણ એક ટાઈમ લોકોએ ભૂખ્યા સૂવું પડે છે. તેની વચ્ચે અપને કેટલાય ગરીબ લોકો અને તેમનો પરિવાર જોયા જ હશે કે જેઓ તેમનું ગુજરાન ચલાવવાની માટે ઘણી મોટી મહેનત કરતા જ હોય છે.

તેવો જ એક કિસ્સો આણંદનો છે અહીંયા એક ભાઈ વાંસની અવનવી વસ્તુઓ બનાવે છે તેમનું નામ લાલજી ભાઈ છે. તેઓ આ વાંસની ચીજો બનાવીને રોડ ઉપર બેસીને વેચે છે.

તેમના પરિવારમાં તેમના બાળકોની સાથે ૮ વ્યક્તિઓ રહે છે. આ ભાઈ બે મહિના આ ધંધો કરવા આણંદ શહેરમાં આવે છે, આ ધંધો તેમના બાપ-દાદાનો છે. લાલજી ભાઈનું એવું કહેવું છે કે તેઓ આખો દિવસ મહેનત કરે પછી તેમને ૨૦૦ થી ૨૫૦ રૂપિયા મળે છે.આ પરિવારમાં મોભી હું છું.

મારા પરિવારમાં અમે ૩ જણા ડાયાબિટીસની બીમારીથી પીડાઈએ છીએ, તેની સાથે સાથે આ કામ કરીને હું મારી સાથે બીજા ૭ લોકોનું પેટ પણ ભરું છું. મારી પાસે દવા લેવાના પણ પૈસા નથી.

હાલ અમે ગુજરાન ચલાવવાની માટે મોટી તનતોડ મહેનત પણ મારે કરવી પડે છે. તેની સાથે સાથે અમારે રહેવાની માટે અહીંયા ઘર પણ નથી જેથી અમે અહીંયા રોડની બાજુમાં જ સુઈ જઈએ છીએ. હાલમાં અમે ઘણી મોટી તકલીફોનો સામનો પણ કરી રહ્યા છીએ.

error: Content is protected !!