લોકડાઉનના સમયમાં આ દંપતીએ ઘરે જ રહીને ૧૭૫ જેટલી ખાલી પાણીની બોટલમાં છત પર જ ડાંગરની ખેતી કરીને આ જુગાડથી ચાર કિલો ચોખાનું ઉત્પાદન કર્યું.

જયારે કોરોના આવ્યો ત્યારે બધા જ લોકો લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઘરમાં જ રહેતા હતા અને એ વખતે ઘણા લોકોની નોકરી પણ છૂટી ગઈ હતી તો ઘણા લોકોએ ઘરે જ રહીને એવા જુગાડ કર્યા કે તે આજે તેમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. આજે એક એવા જ પરિવાર વિષે જાણીએ જેઓએ ઘરે જ તેમના ઘરના ધાબા પર મિનરલ વોટરની બોટલમાં જ અનાજ ઉઘાડવાનું ચાલુ કર્યું હતું.

આ દંપતીમાં પતિનું નામ સેમ જોસેફ અને તેની પત્ની સેલિન છે તેઓએ પાણીની બોટલમાં જ ડાંગરની ખેતી ચાલુ કરી હતી. તેઓ મૂળ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં રહે છે, તેઓએ લોકડાઉનના સમયમાં ઘરે જ આ જુગાડ લગાવ્યો હતો. સેમ પાલાના SRTCનો સ્ટેશન માસ્ટર છે તેઓ પહેલાથી જ નાની મોટી ખેતી કરે છે. તેઓએ અને તેમના પત્નીએ લોકડાઉન વખતે આ જુગાડ લગાવ્યો હતો.

આ જુગાડમાં તેઓએ તેમના ઘરના તેત્રિસ પર જ ૧૭૫ જેટલી પાણીની ખાલી બોટલ લાવીને તેમાં જ ડાંગરની ખેતી ચાલુ કરી હતી. તેની માટે તેઓએ વધારે ખર્ચો નહતો કર્યો, આ બોટલને એવી રીતે શેપ આપીને તેમાં માટી ભરી તેમાં પાણી પણ ભરી દેતા હતા. તેને ઉંધી કરીને તેમાં છાણ અને માટી પણ ભરતા હતા. ત્યારબાદ તેમાં બીજ રોપતા જેથી તે પાણીમાં જ રહે.

થોડા દિવસ પછી આ બીજ ઉગવા લાગ્યા હતા, તેઓએ આ ડાંગરને ઉઘાડવા માટે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. તેઓએ ખાસ તો આ છોડને સિંચાઈ પણ વ્યવ્યસ્થિત રીતે કરી હતી

અને તેની થોડા થોડા સમયે પણ ધ્યાન રાખ્યું હતું. જે વખયે તે પાક પૂરો થઇ ગયો એટલે તેઓએ ચાર કિલો જેટલા ચોખા તૈયાર થયા હતા જે તેમના પરિવાર માટે ઘણા મહિનાઓ સુધી ચાલી શકે તેમ હતા.

આ દંપતી જૂન મહિનાની રાહ જોઈ રહ્યા છે તેઓ ફરીથી હવે આ ટેક્નિક ગણો કે જુગાડ ગણો તેનાથી તેમના ટેરેસ પર ડાંગરની ખેતી કરશે. તેઓએ આ વખતે શાકભાજી, માછલી અને મધમાખી ઉછેર જેવી પ્રવુતિઓ પણ કરે છે.

error: Content is protected !!