આ ઘરે બનાવેલું દેશી ફેશવોશ તમારા ચહેરાંને ચમકીલું બનાવી દેશે..

આપણે આપણા જીવનમાં મોઢાને સ્વચ્છ અને કોમળ બનાવવાની માટે કેટલીય મોંઘી દાટ ક્રીમો વાપરતા હોઈએ છીએ. તેમ છતાં કેટલાય લોકોને ફરક જ નથી પડતો. તેવામાં આજે આપડે દેશી ઘરે બનાવેલા ફેશવોશની વાત કરીએ જે તમારા ચહેરાને એકદમ કોમળ બનાવી દેશે. આ ફેશવોશએ એકદમ સસ્તામાં તૈયાર થઇ જશે અને તેની બીજી કોઈ આડઅસર પણ નથી થતી.

આ દેશી ફેશવોશનો ઉપયોગ બે વાર કરશો અને બજારના ફેશવોશને પણ ભૂલી જશો, આ ફ્રેશવોશ બનાવવાની માટે તમારે મસૂરની દાળ લેવાની છે, ત્યારબાદ તમારે ચોખા લેવાના છે, આ બંને ૫-૫ ચમચી લેવાના છે.

તેને મિક્ચરમાં દળી દેવાના છે. આ બંને કળકળા પાઉડર જેટલા દળી દેવાના છે. ત્યારબાદ ૩ ચમચી જેટલી દળેલી ખાંડ લેવાની છે, તેમાં ૫ ચમચી ચણાનો લોટ લેવાનો છે અને ત્યારબાદ એક ચમચી જેટલી હળદર લેવાની છે.

આ તમામ વસ્તુને એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી દેવાની છે, આ બેનેલા પાઉડરને એક હવાચુસ્ત ડબ્બામાં ભરી દેવાનો છે આ કુદરતી અને ઘરગથ્થુ દેશી ફ્રેશ વોશ બની ગયું છે. આ બનાવેલો પાઉડરનો ઉપયોગ ૨ મહિના સુધી કરી શકો છો.

આ ફેશવોશ પાઉડરનો ઉપયોગ તમારે એક વાટકીમાં એક ચમચી આ ફેશવોશ પાઉડર લઈને તેમાં એક ચમચી દૂધ અથવા તો એક ચમચી દહીં કે, એક ચમચી એલોવેરા ઝેલ કે ગુલાબ જળ પણ ઉમેરી શકો છો અને આ બધું ના હોય તો ખાલી પાણી પણ ઉમેરી શકો છો.

આ પાઉડરમાં આમાથી ગમે તે વસ્તુ ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. એકાદ મિનિટ સુધી બરાબર મિક્સ કરીને ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરાની ઉપર લગાવી દો. ત્યારબાદ ચહેરાની ઉપર ફેશવોશની

જેમ જ ૨ થી ૩ મિનિટ સુધી મસાજ કરો અને ખાસ કરીને તેમાં દહીં ઉમેરશો તો તેનું રિઝલ્ટ સારું જોવા મળશે. મસાજ કર્યાનાં ૧ મિનિટ સુધી રહેવા દઈને હૂંફાળા પાણીથી ધોઈ નાખવાનું છે, આમ કરવાથી તમને તાત્કાલિક રિઝલ્ટ મળશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!