શું તમને ખબર છે કે ગીતાબેન રબારીને દીવાની દીવેઠ ગીત કયા કલાકારે આપ્યું હતું? ગીતાબેને આભાર પણ માન્યો તે કલાકાર નો.

બધા લોકો ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક ગીતાબેન રબારીને તો બધા જાણતા જ હશો. ગીતાબેન રબારીએ પોતાના મધુર અવાજથી બધાજ લોકોના દિલ જીતી લીધા છે. તેમને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે.

ગીતા બેનના અવાજના લાખો ચાહકો છે. ગીતા બેન રબારી પોતાના આલ્બમ સોન્ગ માટે ખુબજ જાણીતા છે. ગીતા બેન રબારીનું દીવાની દીવેઠ ગીત લોકોમાં ખુબજ પ્રસિદ્ધ છે.

શું તમને ખબર છે કે ગીતા બેન રબારીને આ ગીત ગુજરાતના કયા સિંગરે આપ્યું હતું. સૌથી પહેલા દીવાની દીવેઠ ગીત જીગ્નેશ કવિરાજ ગાવાના હતા. જીગ્નેશ કવિરાજ આ ગીતને કમ્પોઝ પણ કરી ચુક્યા હતા પણ તેમને કહ્યું કે આ ગીત મારા કરતા ગીતાબેન સારું ગાશે માટે પછી ગીતા બેનને આ ગીત આપવામાં આવ્યું હતું.

આ વાતનો ખુલાસો ગીતા બેને જ કર્યો હતો. જયારે તે કાજલ મહેરિયા સાથે વિડીયો કોલ પર વાત કરતા હતા ત્યારે. ગીતા બેને જીગ્નેશ ભાઈનો આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે

જીગ્નેશ ભાઈએ મને નાની બેન સમજીને આ ગીત આપ્યું એટલા માટે હું તેમને ખુબજ આભારી છુ. ગીતા બેને કહ્યું કે આપણા ગુજરાતમાં બધા જ કલાકારો હરિમરી ને રહે છે. આ ખુબજ સરસ વાત કહેવાય.

error: Content is protected !!