ગીતાબેન રબારીએ રામ મંદિરના નિર્માણ માટે આટલા રૂપિયા દાન આપ્યા, અને રામ મંદિર વિષે કહ્યું કંઈક આવું…

આપણા દેશમાં એવા કેટલાય મંદિરો આવેલા છે કે જેમાં એટલું બધું દાન આવતું હોય છે કે, તેને ગણતા ગણતા જ થાકી જતા હોય છે. હાલમાં નિર્માણ થઇ રહેલા રામમંદિર માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું દાન આવ્યું છે. જેમાં જાણીતા અને માનીતા એવા ગુજરાતી કલાકારો જેમાં ગીતાબેન રબારી જેઓએ હમણાં રામ મંદિર માટે દાન આપ્યું છે.

ગીતાબેન રબારીને તો તમે જાણતા જ હશો, તેઓ અવાર નવાર ગુજરાતી ગીતો ગાતા જ હોય છે. તેમના આ ગીતોના તેમના ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. અયોધ્યા નગરીમાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.

તેવામાં આપણા લોકલાડીલા એવા ગીતાબેન રબારીએ પણ બનનાર ભવ્ય રામમંદિર માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રમાં ના નામે એક લાખ એક હાજર એકસો અગિયાર રૂપિયા કચ્છ કાર્યાલયમાં દાનમાં રકમ આપી છે.

ગીતાબેન રબારીએ આ દાન આપ્યા પછી એવું જણાવ્યું હતું કે, મેં ભગવાન રામના મંદિરમાં આ દાન આપીને મારા જીવનને ઘન્ય કરી દીધું છે. આપણે સૌ ખુબ જ ભાગ્યશાળી છીએ કેમ કે આ રામ મંદિરને બનતું જોઈશું. તેની સાથે સાથે રામમંદિરમાં એવું કેટલુંય દાન આવી ગયું છે અને પૂર જોશમાં મંદિર બની રહ્યું છે.

error: Content is protected !!