ગીતા બેન રબારીએ પોતાના પરિવારની તકલીફો દૂર કરવા તનતોડ મહેનત કરીને આજે પોતાના પરિવાર માટે દીકરો બન્યા છે.

આખા ગુજરાતમાં કચ્છી કોયલ ના નામે પ્રસિદ્ધ એવા ગીતા બેન રબારીને તો બધા જાણતા જ હશો. ગીતા બેન રબારી તેમની સંતવાણી, ભજન અને રાસ ગરબા માટે ખુબજ જાણીતા છે. તેમના દરેક પ્રોગ્રામોમાં તેમના ચાહકોની ખુબજ મોટી ભીડ ઉમટે છે. પણ ગીતા બેનને આ સફળતા મળી એના પહેલા તેમને ઘણી તકલીફો વેઠી છે.

ગીતા બેન રબારીના પરિવારની સ્થિતિ ખુબજ નાજુક હતી કારણ કે તેમના પિતાને લકવાની બીમારી થતા ઘર ચલાવે એવું બીજું કોઈ ન હતું. આવા સમયે ગીતા બેનના માતા મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.

ગીતા બેનને નાનપણથી જ ગીતો ગાવાનો શોખ હતો અને પહેલાથી ખુબજ મહેનતી પણ હતા. તેમને નાના મોટા પ્રસંગોમાં ગાવાનું શરુ કર્યું એટલે ઘરે થોડા પૈસા આવતા થયા.

ગીતા બહેનએ ઘણા વર્ષો સુધી નાના મોટા કાર્યક્રમોમાં ગીતો ગાયા પણ એ સમયે તેમને જોવે એવી ખ્યાતિ અને સફળતા મળી ન હતી પણ કહેવાય છે કે જો તમે કોઈ પણ કામમાં સાચા દિલથી મહેનત કરી હશે તો તમને વેલા મોડા એનું ફળ જરૂરથી મળે છે.

ગીતા બેનને આખા ગુજરાતમાં તેમના સોન્ગ રોણા શેરથી ખુબજ ખ્યાતિ મળી ત્યારથી ગીતા બેન એટલા સફળ થયા કે તેમની પાસે આજે 3 મોટા મોટા ઘર છે અને સારી એવી ગાડીઓ પણ છે.

આપણને કોઈ સફળ વ્યક્તિને જોઈને થતું હશે કે આનું કેવું નસીબ છે કાશ આપણું પણ આવું નસીબ હોત તો કેવું સારું પણ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે તેમને આટલે સુધી પહોંચવા માટે કેટલી તનતોડ મહેનત કરી હશે.

error: Content is protected !!