આ વ્યક્તિ દેશી જુગાડ લગાવીને ગાયના છાણમાંથી ઈંટો, સિમેન્ટ અને રંગ બનાવીને દર વર્ષે કમાઈ રહ્યો છે 60 લાખ રૂપિયા.

બધાને યાદ હશે કે પહેલા આપણા બધાના ઘર છાણ અને માટીના બનાવવામાં આવતા હતા. એટલે એવા ઘરમાં ઉનાળામાં ઠંડક લાગે અને શિયાળાની ઋતુમાં હૂંફાળું વાતવરણ બની રહે.

દર ચોમાસામાં આવા ઘરોના લીંપણ બગડી જતા અને નવું લીંપણ કરવાની ફરજ બનતી હતી. સમય બદલાયો એમ સિમેન્ટના પાકા મકાનો બનવા લાગ્યા અને લીંપણની પ્રથા લુપ્તજ થઇ ગઈ.

હરિયાણાના શિવદર્શન મલિક કે તેઓ એક રિસર્ચર છે. જયારે તેમને કામના અર્થમાં લંડન જવાનું થયું ત્યારે તેમને જોયું કે ત્યાંના ઘણા પૈસાદાર અને ભણેલા ઘણેલા લોકો પાકા મકાનમાં રહેવાને બદલે ઇકોફ્રેન્ડલી મકાનમાં રહેવાનું પસંદ કરે છે.

શિવદર્શન માલિકે પોતાના ગ્રેજ્યુએશન પછી ગણી જગ્યાએ નોકરી કરી અને તેમને જાતેજ કઈ કરવાનું વિચારીને ગાયના છાણ અને માટી ભેગી કરીને ઇંટો બનાવવાનું ચાલુ કર્યું. આ ઈંટો ભાવમાં સસ્તી અને મજબૂત હોય છે.

આ કામ શરુ કરીને આજે તેઓ વાર્ષિક 50 થી 60 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે. ગાયના છાણ માંથી તેઓ ફક્ત ઇંટો જ નહિ પણ ઘરની દીવાલો પર લગાવાતા રંગ પણ બનાવે છે.

તેમને આ કામનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ સાથે તેઓ ખેડુતોને પણ ફાયદો કરાવી રહ્યા છે અને ગરીબ લોકોને પણ રોજગાર આપી રહ્યા છે. હવે તેઓ ગાયના છાણ માંથી સિમેન્ટ પણ બનાવી રહ્યાં છે અને તે તેમના કામમાં સફર પણ થયા છે અને આજે લખો રૂપિયા કમાઈ રહ્યાં છે. તમે પણ એક સારા આઈડિયા સાથે કામ શરુ કરીને લખો રૂપિયા કમાઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!