ગરીબ લોકોનું જીવન બદલવા માટે આ યુવકે લાખો રૂપિયાની નોકરી છોડી દીધી, આજે યુવકે પોતાની મહેનતથી જંગલમાં રહેતા હજારો ગરીબ લોકોનું જીવન બદલી નાખ્યું.

મિત્રો આજના મોટા ભાગના યુવાનો ભણી ગણીને પોતાના જીવનમાં સેટ થઇ જાય છે. પણ એવા બહુ ઓછા લોકો હોય છે કે જે બીજાનું જીવન સુધારવું એને જ પોતાનું સપનું માનતા હોય છે. એક અલગ વિચારના કારણે મહારાષ્ટ્રના ભાવેશ વાનખેડે એ પોતાની સાથે બીજા લોકોનું પણ જીવન સુધારી દીધું છે.

જે આજે પોતાના બિઝનેશથી ઘણા ગરીબ લોકોને રોજગાર આપી રહ્યા છે.ભાવેશ જંગલમાં રહેતા લોકોની મદદથી ઓર્ગેનિક મધ, ઘી અને હળદળ મેળવીને તેમનો બિઝનેસ કરે છે. આજે ભાવેશના ઓર્ગેનિક પ્રોડક્ટોની માંગ દેશની સાથે સાથે વિદેશોમાં પણ છે.

ભાવેશને હંમેશાથી એવી ઈચ્છા હતી કે તે પોતાની સાથે બીજા લોકોનું પણ જીવન સુધારે. માટે તેમને કોલેજમાથી મળેલી લાખો રૂપિયાની નોકરીને પણ ના પાડી દીધી હતી.પોતાનું કઈ કરવાનું નક્કી કર્યું અને તેમના સફળની શરૂઆત ત્યાંથી જ થઇ.

તેમને જોયું કે જંગલોમાં રહેતા લોકો ખુબજ સારી ક્વોલિટીની વસ્તુઓ ઉગાડે છે અને બનાવે છે પણ તેમને તે વસ્તુઓ વેંચતા નથી આવડતી. તો તેમને નક્કી કર્યું કે તે જંગલોમાં રહેતા લોકલ લોકો સાથે મળીને પોતાનો બિઝનેશ કરશે.

ભાવેશને ખુબજ તકલીફો આવી પણ તેમને હાર નહી માની અને તેના કારણે જ તેમનો બિઝનેશ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સાથે સાથે હજારો ગરીબ જંગલ વાસીઓને પણ તેમની વસ્તુનો યોગ્ય ભાવ મળી રહે છે. તેનાથી આજે ઘણા લોકોને સારી અવાક પણ થઇ રહી છે અને સાથે સાથે રોજગારી પણ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!