આ ખેડૂતપુત્રનું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું પણ આજે આ ખેડૂતપુત્ર પોતાની મહેનતથી એટલો કાબિલ બન્યો છે કે ગરીબ અને ભૂખ્યા લોકો માટે ૨૪ કલાક મફતમાં રસોડું ચલાવે છે.

મિત્રો આપણી વચ્ચે એવા ઘણા લોકો હોય છે કે જેમનાથી કોઈ ગરીબ કે નિરાધાર વ્યક્તિની તકલીફ નથી જોઈ શકાતી. આવા લોકો હંમેશા ગરીબ લોકોનું ભલું થાય એવા કામો કરતા રહેતા હોય છે. આજે અમે તમને એક એવાજ યુવક વિષે જણાવીશ કે આજે ગરીબ લોકો માટે મસીહા બન્યો છે. કોરોનામાં ઘણા લોકોનો રોજગાર છીનવાઈ ગયો હતો. ઘણા આવા લોકો પણ હતા કે.

જે બીજા શહેરમાં પોતાનો રોજગાર ધંધો કરવા માટે આવ્યા હતા. ઘણા લોકોને લોકડાઉનમાં ખાવાની તકલીફ પડી ગઈ હતી. ત્યારે આ સમયમાં ગરીબ લોકો માટે રામુ દોસાપાટી મસીહા બન્યા હતા. તેમને એ સમયે એક સ્ટેડિયમમાં ગરીબ લોકો માટે ૨૪ કલાક ચાલતા રસોડાની શરૂઆત કરી હતી. જે આજે પણ ચાલુ છે. રામુનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો.

તેમનું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું હતું. તેમને પોતાની મહેનતથી પોતાની જાતને એટલી કાબિલ બનાવી કે આજે તે લોકોની મદદ કરી શકે છે, તેમને ઘણા વરસ્યો સુધી નોકરી કરી

અને આજે તે એક મોટી કંપનીમાં HR ડાયરેક્ટર તરીકે નોકરી કરે છે. અને તેમને પોતાનું સારું એવું કરિયર પણ બનાવી લીધું હતું. જયારે કોરોનામાં લોકડાઉન લાગ્યું ત્યારે તેમને જોયું કે ઘણા લોકોને ખવામાં સમસ્યા પડી રહી હતી.

તો રામુએ લોકડાઉનના સમયમાં તેમને ગરીબ લોકો માટે ૨૪ કલાક ચલાતું રસોડું ચાલુ કર્યું જેમાં તેમને મફતમાં જમવાનું આપવામાં આવે છે. રામુ આજે પણ પોતાના ખર્ચે આ સમાજ સેવાનું કામ કરે છે. સાથે સાથે ગરીબ લોકોને દર મહિને મફતમાં કરિયાણું પણ આપે છે. ધન્ય છે તેમની આ સેવાને.

error: Content is protected !!