સુરતથી બહાર આવી માનવતાને મહેકાવે એવી એક સુંદર ઘટના

સુરતથી એક ખુબજ મજાની ઘટના સામે આવી રહી છે. જ્યાં કોરોના દર્દીઓનું મનોરંજન અને તેમનો તણાવ દૂર કરવા માટે કોવીડ સેન્ટરની અંદર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઘટના સુરતની છે

જ્યાં મહાનગર પાલિકાના એક હોલને કોવીડ સેન્ટર બનાવવામાં આવ્યું છે.ત્યાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મનોરંજન હેતુ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ગુજરાતમાં તમને આવી ઘટનાઓ ઠેર ઠેર જોવા મળતી હશે.કોરોના દર્દીઓનો તણાવ દૂર કરવા માટે હોસ્પિટલો દ્વારા અલગ અલગ મનોરંજનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે.ગરબા,યોગા અને ડાયરા જેવા મનોરંજક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવતું હોય છે.આનાથી કોરોના દર્દીઓ થોડો હરવાશ અનુભવે અને જલ્દી રિકવર થાય.

હાલ કોરોનાના કારણે ગુજરાતની પરિસ્થિતિ ખુબજ વિકરાર બની રહી છે, જેના કારણે લોકોને હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી.કોરોના દર્દીઓને હાલ ઓક્સિજન બેડ માટે પણ ફાંફા મારવા પડે છે.

ત્યારે આવી ભયજનક સ્થિતિમાં હોસ્પિટલ પ્રશાશન દ્વારા આવા મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરીને દર્દીઓનું ટેંશન ઓછું કરવામાં આવે છે.જેથી તેઓ ખુબજ જલ્દી રિકવર થઇ શકે.

error: Content is protected !!