આ એક નાનું ગામડું હાલમાં બીજા લોકો અને ગામોની માટે પ્રેરણારૂપ બન્યું…

આ કોરોનાની અફરાતફરીની વચ્ચે લોકો ઝઝૂમી રહ્યા છે અને તેનાથી કેટલાય લોકોએ આવી પરિસ્થિતિમાં ઘણી મોટી તકલીફો વેઠી છે. જે લોકોના ઘરમાં ઘરના બધા જ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે તેઓને પણ જમવાની તથા બીજી કેટલીક મોટી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

આવી મહામારીમાં હાલમાં એક બાજુએ લોકો કાળાબજારી કરીને પૈસા કમાવવા માટે આતુર બની ગયા છે તો બીજી બાજુએ કેટલાક લોકો આ બીમારીનો શિકાર બનેલા લોકોને મદદે આવી ગયા છે.

કેટલીક સામાજિક સંસ્થાઓ અને બીજા કેટલાય લોકો હાલ આગળ આવી છે અને તેઓએ કેટલાય દર્દીઓને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાનું એક નાનું ગામ પણ પરોપકારમાં ઘણું આગળ છે આ ગામનું નામ સાગ્રોસણા છે. આ ગામના યુવાનોએ ભેગા મળીને એક મોટું રસોડું ચાલુ કર્યું છે.

આ રસોડામાં કોરોનના દર્દીઓની માટે રસોઈ તૈયાર કરવામાં આવે છે અને તેને લોડિંગ રિક્ષામાં લઇ જઈને જરૂરિયાત મંદોને આપી આવે છે. હાલમાં બનાસકાંઠામાં પણ કોરોનના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે આ ગામ દર્દીઓની સેવા માટે આગળ આવી રહ્યા છે,

જે દર્દીઓના સાથે તેમના સ્વજનો આવે છે તેમને જમવા અને પાણી માટે પણ ભટકવું પડે છે, આ દર્દીના સ્વજનોની ચિંતા હાલ આ ગામ કરી રહ્યું છે. તેમને જમવાનું અને પાણી પણ ટાઇમસર પહોંચાડે છે.

આ ગામ ૫૦૦ થી પણ વધુ ટિફિન આવા સ્વજનો અને દર્દીઓને મફતમાં જમવાનું આપીને એક પરોપકારનું કામ કરી રહ્યા છે. આ કામ માટે આ ગામના ૩૫ થી ૪૦ યુવાનો ભેગા મળીને કામ કરી રહ્યા છે.

error: Content is protected !!