ઉધરસ, કફને તોડવા માટે આ ઘરેલુ ઉપાય તમને ફાયદાકારક નીવડશે.

હાલની આ કોરોનાની પરિસ્થતિમાં લોકોને શરદી, ઉધરસ અને કફ જેવી તકલીફો પડતી હોય છે અને તેની માટે આપડે ડોક્ટરની સલાહ તો લેતા જ હોઈએ છીએ, પણ તેની સાથે સાથે આપણા આયુર્વેદ ઉપચાર પણ એટલાજ મહત્વના છે. તેનો ઉપયોગ કરવાથી આપણે થયેલી ગમે તેવી શરદી, કફ અને ઉધરસ દૂર થઇ જશે.

અત્યારના સમયમાં કેટલાક લોકોને વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય છે જેમાં ખાંસી અને તેનાથી કફ જેવી તકલીફો પણ પડતી હોય છે. આ તમામ તકલીફોને દૂર કરવાની માટે આપણા રસોડાનું ઘરગથ્થુ ઔષધ છે

હળદળ, જે કોઈને ઉધરસ થઇ હોય તે વ્યક્તિએ થોડી હળદળ લેવી તેમાં મધ ઉમેરવું આ બંનેને બરાબર મિક્સ કરવું તેને તમારે ચાટવાનું છે. આ ઉપાય આપણને ઉધરસમાં તો રાહત આપશે અને તેની સાથે સાથે ગળામાં કાકળા થયા હોય તેમાં પણ રાહત આપશે.

મીઠું પણ ઉધરસને જડમૂળમાંથી દૂર કરી નાખશે, તમારે તેની માટે આખું મીઠું લેવાનું છે અને તેને મોઢામાં રાખવાનું છે જેમ જેમ તેનો રસ ગળામાંથી અંદર જશે અને તેથી ધીમે ધીમે તમને રાહત પણ થશે.

ઉધરસને દૂર કરવાની માટે તમારે ૨૫ ગ્રામ ફટકડી લેવાની છે અને તેને એક માટીના પાત્રમાં તપાડવાની છે તેને ૫-૭ મિનિટ સુધી તપાડીને નીચે ઉતારીને આ ફટકડીનો પાઉડર બનાવવાનો છે, આ ફટકડીનો ૧૦ ગ્રામ જેટલો પાઉડર લઈને તેમાં સાકારનો પાઉડર બનાવીને ઉમેરવાનો છે. આ ઉપાય સવારે અને સાંજે એમ બે ટાઈમ લેવાનો છે.

આ પાઉડર આશરે ૧ ગ્રામ જેટલો લેવાનો છે અને તેના પછી હળદળ વાળું ગરમ દૂધ પીવાનું છે. આમ કરવાથી તમને ઉધરસમાં સંપૂર્ણ રાહત થઇ જશે.

error: Content is protected !!