જીગ્નેશ કવિરાજે એક એવી બાધા રાખી છે કે ગમે તેવી પરિસ્થિતિ હશે તેમને પુરી કરવી જ પડશે માટે કોરોનાની આવી ભયંકર પરિસ્થિતિમાં પણ બાધા પુરી કરવા જઈ રહયા છે.
જીગ્નેશ કવિરાજને તો બધા જાણતા જ હશો. ગુજરાતમાં જીગ્નેશ કવિરાજ ખુબજ સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં તેમના લખો ચાહકો છે. તેમના લાઈવ પ્રોગ્રામમાં હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. સાથે સાથે જીગ્નેશ કવિરાજ ભગવાનમાં પણ ખૂબ માને છે. તે પોતાના દીકરાની માનતા પુરી કરવા માટે અમદાવાદથી પોતાના વતને પગપાળા ગયા હતા.
હાલ તેમનો એક એવો જ વિડીયો સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે આવી ભયંકર કોરોનાની મહામારીમાં પણ પોતાની બાધા પુરી કરવા માટે જઈ રહ્યા છે. તે પોતાના વીડિયોમાં જણાવી રહ્યા છે કે
તેમને માં મોગલની એક બાધા રાખી હતી કે તે દર વર્ષે તેમના દર્શન કરવા માટે આવશે. તેમને આ બાધા માતા મોગલના પ્રોગ્રામમાં રાખી હતી. કે માં ગમે તેવી પરોસ્થિતિ હશે હું વર્ષમાં એકવાર તમારા દર્શન કરવા માટે આવીશ.
આ વર્ષે કોરોનાના કારણે મોગલ મા ના મંદિરમાં કોઈ પણ જાતનો પ્રોગ્રામ નથી રાખવામાં આવ્યો. આમ તો જીગ્નેશ કવિરાજ દર વર્ષે આ મોગલના મંદિરમાં થતા પ્રોગ્રામમાં ભાગ લે છે પણ આ વખતે કોઈપણ પ્રોગ્રામ ન હોવાના કારણે ખાલી દર્શન કરવા માટે જઈ રહયા છે. જીગ્નેશ કવિરાજ માને છે કે આજે હું જેટલો પણ સફળ છુ એ માં મોગલના કારણે છુ.