જો ગળામાં ખારાશ કે ઉધરસ આવતી હોય તો આ ઉપાય કરવાથી રામબાણ નીવડશે…
આવા કપળા કાળમાં કોરોનાથી કેટલાય લોકો સપેડમાં આવી ગયા છે. જો કોઈ પણ વ્યક્તિને કોરોના થાય તો તેના પહેલા લક્ષણોમાં તેમને ગળામાં ખારાશ થાય છે પછી શરદી અને તાવ આવે છે. આમ સામાન્ય રીતે પણ જે લોકોને શરદી અને ઉધરસ થતી હોય તે લોકોએ આ ઘરેલુ ઉપાય કરવો જોઈએ જેથી કરીને તમને ગળમાં રહેલી ખારાશ મટી જશે.
આપણા આયુર્વેદમાં ઘરેલુ નુસ્ખાઓ દર્શાવ્યા છે. જે લોકોને ઉધરસ થાય છે, તે લોકોને એવી ઉધરસ થાય છે કે તેનાથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. ગળામાં દુખાવો થાય, કાનમાં દુખાવો થાય, આંખમાંથી પાણી નિકરે છે.
તેનાથી બચવા માટે આ ઘરેલુ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય કરવા માટે તમારે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદળ લેવાની છે. ત્યારબાદ એક ગ્લાસ હૂંફાળું પાણી લેવાનું છે.
આ ગરમ પાણી કરીને તેમાં આ મીઠું ઉમેરી દેવાનું છે અને પછી હળદળ ઉમેરી દો, જો કોઈ મહિલા પ્રેગ્નેટ હોય તો હળદળ નથી લેવાનું. ત્યારબાદ આ પાણીથી સાંજે કોગળા કરી દેવાના છે.
આ ઉપાય કરવાથી તમને ગાળામાં રહેલી ખારાશ નિકરી જશે અને તમને રાહત મળશે. તેની સાથે સાથે વધારે તકલીફ જણાય તો ડોક્ટર કે નિષ્ણાત ની સલાહ લેવી જોઈએ.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.