ગજાનંદ પૌઆના માલિકની કહાની શાર્ક ટેંકને પણ ટક્કર મારે એવી, એક સમયે વેઈટરનું કામ કર્યું, સાઇકલ ફરી પૌઆ વેચી બનાવી બ્રાન્ડ…આજે કુલ ૧૧ બ્રાન્ચ ચલાવે છે.

આજે દરેક અમદાવાદીએ ગજાનંદ પૌઆ તો ખાધા જ હશે. આજે ગજાનંદ પૌઆએ બ્રાન્ડ બની ગઈ છે. આજે તમે કોઈને પૂછો કે સૌથી સારા પૌઆ કોના તો બધા ના મોઢા માંથી એક જ અવાજ આવશે કે ગજાનંદ પૌઆ.

આજે ગજાનંદ પૌઆનું અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ૧૧ બ્રાન્ચ છે. વહેલી સવારથી જ ગજાનંદ પૌઆની દુકાનોમાં લોકોની લાઈનો જોવા મળે છે, કારણ કે અહીં કુલ ૨૦ જેટલી વેરાયટીના પૌઆ મળે છે.

પણ શું તમે આ ગજાનંદ પૌઆની પાછળની કહાની નહિ જાણતા હોય. ગજાનંદ પૌઆના મૂળ મલિકનું નામ ગજેન્દ્રસિંહ છે, ગજેન્દ્સિંહ રાજસ્થાનના ડુંગરપુરના કોટીસર ગામના વતની છે, તેમનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો, તે કામ કાજની તલાશમાં પોતાના ભાઈની સાથે અમદાવાદ આવ્યા હતા.

એ સમયે તેમના કિસ્સામાં પુરા એક હજાર રૂપિયા પણ નહતા પણ મનમાં એક વિશ્વાસ અને આંખોમાં સપના હતા કે એક દિવસ એવું મોટું કામ કરીશ કે જેનાથી હું કરીડપતિ બનીશ અને તેમને આજે તે સપનું પૂરું કરીને બતાવ્યું છે.

તે જયારે અમદાવાદ આવ્યા ત્યારે વેઈટરની નોકરી શરૂ કરી હતી. ઘણા સમય સુધી આ કામ કર્યું. કામ સારું લાગતા તેમને કેશિયરની નોકરી આપવામાં આવી,ચાર વર્ષ આ નોકરી કર્યા પછી તેમને નક્કી કર્યું કે હું પોતાની બિજ્નેશ શરૂ કરીશ સર્વે કર્યા પછી નક્કી કર્યું.

હું પૌઆ વેચીશ પહેલા ગુજરાત યુનિવર્સીટી પાસે લારીથી પૌઆની શરૂઆત કરી ધીરે ધીરે લોકોને તેમનો ટેસ્ટ પસંદ આવવા લાગ્યો. કમાણી સરી થતા લારી માંથી દુકાન કરી. આજે તેમની કુલ ૧૧ બ્રાન્ચ છે અને બધી બેન્ચો તેમાં સબન્ધીઓ જ ચલાવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!