ફરી એક વાર કોરોના હોસ્પિટલની મોટી બેદરકારી નજર સામે આવી જાણો શું છે ઘટના…
હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની વચ્ચે કેટલાક લોકોના મૃત્યુ થયા છે અને તેની વચ્ચે કેટલાક લોકો હાલમાં પણ એડમિટ થયલે છે અને તેવામાં અવાર નવાર હોસ્પિટલની બેદરકારી નજર સામે આવતી હોય છે
તેવામાં અરવલ્લીના બાયડ તાલુકાની વાત્રક હોસ્પિટલમાં એક કોરોનાના દર્દીનું મોત થયું હતું અને જયારે આ હોસ્પિટલ દ્વારા આ મહિલાનો મૃત દેહ પરિવારને આપવામાં આવ્યો તો તે બીજા કોઈનો જ દેહ આપવામાં આવ્યો હતો.
આ લાશએ પરિવારના સભ્યની નહતી પણ બીજા કોઈની હતી અને જેનથી આ પરિવારે આ લાશને પરત હોસ્પિટલમાં આપી દીધી હતી અને તેમની લાશ ત્યાં હતી જ નઈ ગાયબ હતી અને તે બાબતે હોસ્પિટલને જાણ પણ કરાઈ હતી અને જેમાં હોસ્પિટલની બાજુએથી કોઈ જવાબ નહતો અપાયો.
આ આખી ઘટના બાયડ તાલુકાના ડેમાઈ ગામની છે કે જ્યાં હંસાબેન ઉમૈયાશંકર પિત્રોડા જેમને થોડાક જ દિવસની અગાઉ કોરોના થયો હતો અને જેથી તેમને વાત્રક કોવીડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
અને જ્યાં તેમનું મોત થયું હતું જેથી હોસ્પિટલે તેમના પરિવારને જાણ કરીને બોલાવી દીધા હતા કે તમારી લાશ લઇ જાઓ તેઓ આ લાશને જયારે લઈને સ્મશાનમાં લઇ ગયા તો ત્યાં જઈને જોયું તો આ મહિલાએ તેમના પરિવારના નહતા અને જેથી પરિવારે આ લાશને પરત હોસ્પિટલમાં આપી દીધી હતી.
આ મામલે પરિવારે પોલીસને પણ જાણ કરી હતી જેમાં હોસ્પિટલ પણ એવું કહે છે કે આ ભૂલ તો તમારી છે જેથી મામલામાં પરિવારને તેમના સભ્યની લાશ નહતી અપાઈ અને જેથી મામલો ઉગ્ર પણ બન્યો હતો.