વડોદરાના 3 ભાઈઓએ ફક્ત 15 રૂપિયામાં જ કોરોનાને હરાવ્યો.

વડોદરાના સુખડીયા પરિવારના કુલ 14 માંથી 11 સભ્યોને કોરોના થતા પરિવારમાં ખુબજ ચિંતાનો માહોલ ઉભો થયો હતો.14 લોકો માંથી 11 લોકોની હાલત સારી હતી અને થોડી સારવાર લઈને 11 લોકો સ્વસ્થ પણ થઇ ગયા હતા

પણ પરિવારના 3 લોકોની હાલત ખુબજ ગંભીર હતી એટલે હોસ્પિટલમાં સારવાર લેવી ખુબજ જરૂરી હતી.આ પરિવારના ૩ સભ્યોએ ખાલી 15 રૂપિયામાં કોરોનાને હરાવ્યો હતો.

આ પરિવારના લોકોએ જણાવ્યું કે જો આ ૩ સભ્યોની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો ખર્ચ લગભગ 15 લાખ જેટલો થઈ જાત.આ 3 સભ્યો પાસે મેડીક્લેમ હોવા છતાં વડોદરાની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું.

પરિવારનું કહેવું છે કે જયારે અમે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે આમારા 3 સભ્યોની એડમિશન ફી 5 રૂપિયા લેવામાં આવી હતી એટલે કે 3 સભ્યો પાસેથી કુલ 15 રૂપિયા ફી લેવામાં આવી હતી.

આ પરિવારના સભ્યોનું કહેવું છે કે સયાજી રાવ હોસ્પિટલનો અનુભવ અમારા માટે સૌથી સારામાં સારો રહ્યો છે.આ હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા અને સ્ટાફ પણ સારો છે.લોકો સિવિલના નામે ખુબજ ડરી જતા હોય છે

કે ત્યાં સારવાર સારી નહિ મળે પણ એવું નથી હોતું અમુક તત્વોના કારણે આખી હોસ્પિટલ ખરાબ નથી હોતી ઘણા લોકો એવા પણ છે કે જે સિવિલ હોસ્પિટલ માંથી મરેલી સારવારથી ખૂબજ ખુશ છે.

error: Content is protected !!