ગરીબોના મસીહા ડોક્ટર જે ગરીબો પાસેથી ખાલી ૧ રૂપિયો લઈને તેમની સારવાર કરે છે…

કોરોનાની આ બીજી લહેર એ ઘાતકી છે અને આ કોરોનાની જંગ જીતવાની માટે લોકો તેનાથી બચવાના કેટલાય પ્રયાસો પણ કરે છે. હાલની સ્થિતિ એવી કથળી બની ગઈ છે કે જેમાં લોકડાઉનના સમયથી લોકોની નોકરીઓ અને ધંધાઓ પણ છૂટી ગયા છે. પરિણામે લોકો હાલની આવી વિકટ સ્થિતિમાં ખાલી થઇ ગયા હોય તેવું લાગે છે. તો તેની સામે કેટલાક નરાધમો કોવીડના દર્દીઓની સામે કાળાબજારી પણ કરી રહ્યા છે અને બમણા પૈસાઓ વસુલે છે.

તેવામાં એક મસીહા ડોક્ટર જે લોકોની મદદે ઉતરી ગયા છે અને તે ખાલી એક રૂપિયામાં દર્દીઓની સારવાર કરે છે. આ મામલોએ ઓડિશાના સંબલપુર જિલ્લાનો છે, આ ડોકટરે એક રૂપિયામાં દર્દીઓની સારવાર કરવાની માટે ક્લિનિક ખોલી છે

આ ડોક્ટરએ બુરા ગામના ડો.શંકર રામચંદાની છે. તેમના ક્લિનિકમાં ગરીબ લોકોની સારવાર ખાલી એક જ રૂપિયામાં કરવામાં આવે છે. આ ડોક્ટરનો એક માત્ર ઉદ્દેશ એવો છે કે જે ગરીબ લોકો છે તેમની સ્વાસ્થ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે નહિ કે, પૈસા કમાવવાનો.

આ ડોક્ટરનું એવું કહેવું છે કે, મારા પિતાજીની એવી ઈચ્છા હતી હું ડોક્ટર બનું અને લોકોની સેવા કરું. હું ગરીબોની જોડેથી ૧ રૂપિયો એટલા માટે લઉં છું કે મને એમ લાગે કે મેં કંઈક કામ કર્યું છે અને તેનું વળતળ પણ મને મળ્યું છે.

તેની સાથે સાથે એ સારવાર કરાવવા આવ્યા હોય તેમને એવું ના લાગે કે તેઓ મફતમાં સારવાર કરાવી રહ્યા છે. આ ડોક્ટર નોકરી કરે છે અને તેના પછીના સમયમાં આ લોકોની સેવાનું કામ કરે છે.

error: Content is protected !!