એન્જીનીયરીંગના અભ્યાસ પછી આ યુવકે નોકરી કરવાને બદલે પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યું અને આજે તેમાંથી લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે.
આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં નાના મોટા કેટલાય ખેડૂતો છે, જે અવનવી પદ્ધતિથી ખેતી કરીને લાખો રૂપિયાની આવક પણ કરે છે. આજે એક એવા જ ખેડૂત વિષે જાણીએ જેઓએ એન્જીનીયરીંગનો અભ્યાસ કરીને નોકરી કરવાને બદલે ખેતીમાં ઝંપલાવ્યું અને વર્ષે લખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આ ખેડૂત મૂળ દેવભૂમિ દ્વારકાના સિધ્ધપુર ગામના રહેવાસી છે અને તેમનું નામ દિનેશભાઈ છે. તેઓએ જીવનમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરેલો છે, જેમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ ઈન મિકેનિકલ એન્જીનીયરનો અભ્યાસ કરેલો છે.
તો તેઓએ આગળ નોકરી કરવાને બદલે કેટલાય વર્ષોથી ખેતીમાં ઝંપલાવ્યું હતું.તેઓએ પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યું હતું અને તેમના પિતા પણ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા હતા એટલે તેમને આ ખેતીમાં જોડાવવાની ઈચ્છા થઇ ગઈ હતી.
આમ તેઓએ પ્રાકૃતિક ખેતીમાં ચણા, સૂર્યમુખી, રાય જેવી ખેતી કરવાનું ચાલુ કર્યું હતું. આમ તેમને વાર્ષિક ૬ લાખ રૂપિયાની આવક પણ થવા લાગી હતી અને તેઓએ મગફળીનું પણ ઉપદં મેળવ્યું હતું.
આમ તેઓ બીજા પાકની પણ ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ તેમને સારી એવી આવક થાય છે. આવી જ રીતે બધા ખેડૂતો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે અને લાખો રૂપિયાની આવક પણ તેઓ કરી રહ્યા છે. આમ બધા જ ખેડૂતો આજે સારી એવી આવક ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને મેળવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.