એક મુસ્લિમ મહિલાનો હિંદુ રીતિ રિવાજની વિધિથી થયા અંતિમ સંસ્કાર…
હાલમાં આ કોરોનના કારણે બધે જ નાઈટ કર્ફ્યુ લાવવામાં આવ્યો છે અને તેની સાથે સાથે કેટલાક લોકોના કોરોનાથી મૃત્યુ પણ થઇ જતા હોય છે જેમાં કોઈક કેસમાં હોસ્પિટલ કે તંત્રની બેદરકારીથી મૃત્યુ થઇ જતા હોયછે.
હાલ સુરતની સરકારી હોસ્પિટલ અને તેના વહીવટીતંત્રની એક મોટી બેદરકારીને કારણે મુસ્લિમ મહિલાના મૃતદેહનો હિંદુ રીતે અંતિમ સંસ્કાર કરાયા હતા અને તેમાં જ એક હિન્દૂ મહિલાને દફન કરવાની માટે પણ આપવામાં આવી ગઈ હતી
આ કોરોનાથી ૩૮ વર્ષની શબાનાને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને તેની સાથે એક સુશીલા બેન નામની મહિલાને પણ એજ વોર્ડમાં દાખલ કરાયા હતા અને શબાનાનો પુત્ર અનીસ અન્સારીનું એવું કહેવું છે કે,૨ દિવસની અગાઉ તેને તેની માતાની જોડે ફોન ઉપર વાત કરી અને તેવામાં તે એકદમ તૈયાર હતી.
આ રવિવારે જ્યારે પરિવાર તેનો પરીક્ષણ વિષે પુછપરછ કરવા આવ્યો અને તેવામાં હોસ્પિટલના વહીવટીતંત્રે તેમને આગળનો જુનો રિપોર્ટ આપ્યો હતો,
ત્યારબાદ તેણે હોસ્પિટલ બોલાવી માતાની માહિતી માંગી હતી, અને કહેવામાં આવ્યું હતું કે તેણીનું નિધન થઇ ગયું છે અને તેવામાં આ પરિવાર શબાના અન્સારીનો મૃતદેહ લેવા માટે આવ્યો હતો
અને તેમાં પણ વહીવટીતંત્રે એવું જણાવ્યું હતું કે,તેનો મૃતદેહ પહેલાથી જ પરિવારને સોંપી દેવાયો છે અને તેના પછી ખબર પડી કે,તેની શબાનાની લાશ સુશીલા બેનના પરિવાર જનોને સોંપવામાં આવી હતી અને તેમનો હિન્દુ રિવાજોની પ્રમાણે અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો છે અને આ તંત્રથી નારાજ થઇને પરિવારે હોસ્પિટલમાં હોબાળો પણ મચાવી દીધો હતો.