એવી તો શું તકલીફ પડી કે એક માં તેની ૪ વર્ષની બાળકીને લઈને તાપી નદીમાં કુદતા કુદતા બચાવી લીધી,
આજકાલ આત્મહત્યાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં એક એવો કિસ્સો જે તમારા રુંવાટા ઉભા કરી દેશે જે સુરતમાં એક પતિએ તેની પત્નીના ચરિત્ર પર શંકા કરીને તેને ઘરમાંથી નિકારી દીધી હતી
અને આવા કંટારાથી આ મહિલાએ તાપી નદીમાં તેની ૪ વર્ષની દીકરીની સાથે કુદીને તેની જાન આપવા જઈ રહી હતી અને તે ત્યાં પુલની આજુબાજુએ ફરી રહી હતી અને તેથી કોઈને ખબર પડતા જ ત્યાં એક વ્યક્તિએ બચાવ ટીમ અભયમને ફોન કરીને જાણ કરી દીધી હતી,અહીંયા એક મહિલા તેના બાળક સાથે ઘણા સમયથી પુલની ઉપર આમ તેમ ફરી રહી છે અને પૂછીએ તો કઈ જવાબ નથી આપતી.
વાતની જાણ થતાની સાથે જ અભયમની બચાવ ટીમ ઉમરા પોલીસ સ્ટેશનથી તાત્કાલિક ધોરણે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેવામાં પૂછપરછ વખતે આ મહિલાએ તેનું નામ સોનિયા કુમારી (નામ બદલેલ છે) અને તે બિહારની રહેવાસી છે તેવું કહ્યું હતુ.જેમાં આ મહિલાનું એવું કહેવું છે કે,તેનો ઝગડો તેના પતિની સાથે થયો હતો અને તેનાથી તેના પતિએ તેને તેની આ ૪ વર્ષની પુત્રીની જોડે તેને ઘરની બહાર કાઢી મુક્યા હતા અને તેઓ આ આટલા મોટા શહેરમાં ક્યાં અને કોને ત્યાં જશે આ બાબતોથી કંટારીને તેઓ આ તાપી નદીમાં કૂદવા જઈ રહ્યા હતા આ મહિલાના લગ્ન થયાને છ વર્ષ થઇ ગયા હતા અને તેના પતિએ સુરતમાં ભરતકામની ફેક્ટરીમાં નોકરી પણ કરે છે.
આ મહિલાએ અભયમની ટીમને એવું કીધું હતું કે,તેનો દેવરએ ગામમાં જમીન માંગતો હતો અને ત્યારે તેણે તે આપવાની ના પાડી અને તેવામાં તેને મારા ફોટા બતાવીને આખા ગામના લોકોને એવું કહેવા લાગ્યો કે,તેની સાથે તેનો કેટલાક ગેરકાયદેસર સબંધો પણ છે,અને ગામમાં તેના દેવરે પંચાયત પણ બોલાવી હતી અને કોઈપણ પ્રકારની ચર્ચા કે તપાસ કર્યા વગર માને ગામની બહાર કાઢી મૂકી હતી.
અને ત્યાર બાદ હું મારા પતિની જોડે અહીંયા સુરત રહેવા આવી આઈ અને છેલ્લા ૧૫ દિવસથી દેવર કેટલાક અલગ-અલગ નંબરથી ફોન કરીને મને પરેશાન પણ કરતો હતો અને તેથી મારા પતિને મારા ચરિત્રની ઉપર શંકા ગઈ અને તેને પણ મને મારી દીકરીની સાથે ઘરની બહાર કાઢી મુક્યા હતા અને આટલું બધું થઇ ગયા પછી પણ આત્મહત્યા કરવાની સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી.
કોઈ વ્યક્તિના બોલાવ્યા બાદ આવીને આ અભયમની ટીમ સોનિયાને કેટલીક સલાહ આપી અને સમજાવીને કીધૂ હતું કે,દરેક વ્યક્તિના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી જ રહે છે પણે તેની સામે લડવાનું હોય તેની નિરાકરણએ આત્મહત્યા નથી અને આ ટીમે સોનિયાના પતિને બોલાવ્યા હતા અને તેમને પણ ઘણું સમજાવ્યા હતા અને તેના પછી તેના પતિએ એવું કીધું હતું કે,હવે આમે શાંતિથી જીવન જીવીશું.