કર્ફ્યુના નિયમનું ઉલ્લઘન કરતા એક વ્યક્તિની સાથે તેના શ્વાનને પણ પોલીસ સ્ટેશન લઇ જવાયો…
કોરોનાની કપળી પરિસ્થિતિમાં લોકો ઘણા હેરાન થઇ રહ્યા છે, હોસ્પિટલની બહાર આજીજી કરી રહ્યા છે પણ હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી અને તેથી દર્દીઓને ઘણી મોટી તકલીફ પડી રહી છે. હાલમાં બધી જ હોસ્પિટલની અંદર ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે અને દર્દીના પરિવાર જનોએ તેમની રીતે જ ઓક્સિજનની વ્યવસ્થા તેમની રીતે જ કરવી પડી રહી છે.
આ કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી સરકારે કેટલીક કડક ગાઈડલાઈનો સહીત ગુજરાતના ૨૯ જેટલા શહેરોની અંદર નાઈટ કર્ફ્યુ પણ રાત્રીના ૮ થી સવારના ૬ સુધી અમલમાં લાવી દીધો છે.
તો વારંવાર પોલીસે અને સરકારના સમજાવવા પછી પણ લોકો આ નિયમોનું ઉલ્લઘન કરતા જોવા મળે છે. તેવો જ એક કિસ્સો સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનનો છે કે જ્યાં એક વ્યક્તિ જેનું નામ ચિરાગ રાજપૂત છે તે તેમના કૂતરાને બહાર ચલાવવા માટે રાત્રે તેના ઘરથી ૫૦ મીટર દૂર લઈને ગયો હતો.
તેવામાં જ ખટોદરા પોલીસની એક પીસીઆર વેન આવી ગઈ અને આ ચિરાગભાઈ ની સાથે તેમના શ્વાનને પણ નાઈટ કર્ફ્યુના ભંગ સહ પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ હતી. આ ચિરાગભાઈનું એવું કહેવું છે કે,
હું મારા કૂતરાને બહાર વોશરૂમ કરાવવાની માટે લઇને આવ્યો હતો અને તેવામાં પોલીસ આવી ગઈ અને મને અને મારા કૂતરાને પણ ઊંચકીને વાનમાં બેસાડીને બંનેને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
તેની સામે કમિશનર સાહેબનું એવું કહેવું છે કે, આ બાબત વિષે તેમને હાલ કોઈ જાણ નહતી થઇ અને તેઓ આ બાબતે તપાસ કરી લેશે. તેઓએ એવું પણ કહ્યું હતું કે, કર્ફ્યુના સમયે બહાર નીકરવું એ નિયમ તોડ્યો એવું માનવામાં આવે છે.