એમ્બ્યુલન્સ ન મળતા ડોક્ટરે જાતે જ લારીને ધક્કો માળીને મહિલાને હોસ્પિટલે પહોંચાડી. માનવતાનું ઉત્તમ ઉદાહરણ.
કોરોના પોતાનો કહેર આખા દેશમાં વરસાવી રહ્યો છે.ત્યારે ગોંડલ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગોંડલમાં એક વૃદ્ધા રીક્ષા માંથી અચાનક નીચે પડી ગયા તો ડોકટરે જાતે જ વૃદ્ધાને લારીમાં સુવડાવીને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.ડોક્ટર જાતે જ વૃદ્ધાની લારીને ધક્કો મારીને હોસ્પિટલે લઇ જતા માનવતાનું એક ઉત્તમ ઉદાહર બેસાડ્યું હતું.
ડોક્ટર એ જ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.આ ડોક્ટરનું નામ હિતેશ છે.જે છેલ્લા બે વર્ષથી આજ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર તરીકે ફરજ બજાવી રહયા છે.ડોક્ટરે જણવ્યું કે હું જ્યાં રાહુ છુ
ત્યાંના એક 65 વર્ષના માસી છે તેમને એક મહિનાથી વીકનેસ રહેતી હતી.તેથી તે હોસ્પિટલમાં તેમને બતાવવા માટે લઇ જઈ રહ્યા હતા તેવામાં તે રસ્તામાં જ રિક્ષામાં બે ભાન થઇ ગયા હતા અને પડી ગયા હતા.
અમે તેમને બીજીવાર રિક્ષામાં હોસ્પિટલે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમની બોડી ખુબજ વજનદાર હોવાથી તે શક્યન બન્યું હતું.આ સમયે લોકો ડરતા હોવાથી કોઈ મદદે સામે આવ્યું નહતું.
અને આ સમયે 108 પણ મળવી મુશ્કેલ છે.આથી બાજુમાં લારી પડી હતી તેમાં તેમને સુવડાવીને હોસ્પિટલે ખસેડાયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો.આ એક ખુબજ સરર વાત છે કે વાતની ગંભીરતા સમજીને એક ડોકટરે એક મહિલાનો જીવ બચાવ્યો.