કોરોનાને ભૂલીને લોકો DJ ના તાલે જુમી ઉઠ્યા, વરઘોડો નિકર્યો, જાણો પછી શું થયું?
હાલમાં કોરોનાની મહામારીએ સમગ્રદેશમાં હાહાકાર મચાવી દીધો છે, તેવામાં દેશની હોસ્પિટલો પણ ભરાઈ ગઈ છે જેથી હાલ લોકો ઘણી મોટી તકલીફનો સામનો કરી રહ્યા છે. કોરોનાને રોકવાની માટે સરકારે પણ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે, અને તેની અંગે ગાઇડલાઇન પણ જારી કરી છે.
તેવામાં લગ્ન પ્રસંગમાં ૫૦ લોકો અને મરણમાં ૨૦ લોકોને જવાની મંજૂરી આપી છે તેની વચ્ચે કેટલાય લોકો લગ્ન પ્રસંગોમાં ૫૦ થી વધુ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કર્યા વગર જ લગ્ન કરતા હોય છે
અને તેની વચ્ચે હાલમાં આણંદના ચમારના સરપંચ અને ભાજપના અગ્રણી એવા રજુ પઢિયારના ભત્રીજાનું લગ્ન હતું અને જેમાં લોકો DJ ના તાલે તલવારોની સાથે નાચતા અને ઝુમતા જોવા મળી રહ્યા છે.
લોકો અહીંયા કોરોનાને ભૂલીને લોકો નાચવામાં મશગુલ બનીને નાચી રહ્યા છે, લોકો સામાજિક અંતરનું પણ ભાન ભૂલી ગયા છે અને માસ્ક પણ નથી પહેરેલા. શું આ ગાઇડલાઇન ભાજપના નેતા છે
એટલે તેમને નઈ લાગુ પડે, અને આવા લોકોની ઉપર પોલીસ ક્યારે કાર્યવાહી કરશે. આ લોકો તલવારો લઈને DJ ના તાલે જુમી રહ્યા છે. પણ ત્યાં સુધી પોલીસે કેમ કોઈ પગલાં નહતા લીધા. જો કોઈ આમ જનતાના લગ્ન પ્રસન્ગમાં કોઈએ એવું કર્યું હોય તો ત્યાં પોલીસ તો પહેલા પહોંચી જાય.