દિવ્યાંગ હોવા છતાં આ દીકરીએ UGC NET ની પરીક્ષા પાસ કરી ૯૯ ટકા માર્ક્સ મેળવીને મોટો ઇતિહાસ રચી દીધો.

દરેક લોકો તેમના જીવનમાં ઘણા એવા સપનાઓ હોય છે અને તેથી જ તે સપનાઓ પુરા કરવા દિવસ રાત મહેનત પણ કરતા હોય છે. એવામાં હાલ અભ્યાસનું એટલું મહત્વ વધી ગયું છે કે લોકો દિવસ રાત એક કરીને પોતાની મહેનતથી સારો એવો અભ્યાસ કરતા હોય છે.

આજે એક એવી જ દિવ્યાંગ દીકરી વિષે જાણીએ જેને UGC NET ની પરીક્ષામાં ૯૯ % માર્ક્સ મેળવ્યા હતા.આ દીકરી મૂળ પચ્ચિમ બંગાળના નડિયામાં આવેલા શાંતીપુરના રહેવાસી છે, તેમનું નામ પિયાશા મહલદાર છે.

તેઓની ઊંચાઈ ૩ ફૂટની છે, તેઓ તેમની જાતે ચાલી પણ નથી શકતા. તેઓ ૨૫ વર્ષના છે અને તેઓ અભ્યાસમાં ઘણા હોશિયાર છે. તેઓને નાનપણથી અભ્યાસમાં ઘણો રસ હતો તો તેઓએ દિવસ રાત એક કરીને અભ્યાસ ચાલુ જ રાખ્યો હતો.

આમ તેઓ હોશિયાર હોવાથી તેઓએ માધ્યમિક વિદ્યાલયથી કેટલીય પરીક્ષાઓ સારા માર્ક્સથી પાસ કરી હતી. તેમને પીએચડીનો અભ્યાસ કરવો હતો તો તેઓએ કલ્યાણી વિશ્વવિદ્યાલયમાં પીએચડી કરવાનું ચાલુ કર્યું હતું. તેઓએ જાતે અભ્યાસ ચાલુ કર્યો અને આમ તેઓએ UGC NET ની પરીક્ષા સુતા સુતા આપી હતી અને પાસ પણ કરી હતી.

તેઓએ આ પરીક્ષામાં ૯૯.૩૧ માર્ક્સ મેળવીને તેઓએ તેમની ઈચ્છા પુરી કરી હતી. આમ બધા જ લોકોને દીકરીની સફળતા પર ખુબ જ ગર્વ છે કેમ કે દીકરી શારીરિક તકલીફમાં હોવા છતાં તેને પોતાની મહેનતથી તેની અધૂરી ઈચ્છા પુરી કરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!