આ ૭૫ વર્ષના દાદી છેલ્લા ૪૦ વર્ષોથી દિવસમાં ત્રણવાર નદી કિનારાની રેતી ખાઈને પોતાની ભૂખ શાંત કરે છે. જો તે રેતી નહિ ખાય તો બીમાર પડી જાય છે.

મિત્રો આજે અમે તમને એક એવા ગજબ દાદી વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ એકવાર તો અચરજમાં પડી જશો. આ દાદીનું નામ કુસુમાવતી છે અને તે ૭૫ વર્ષના છે. તે વારાણસીમાં પોતાના પરિવાર સાથે રહે છે. કુસુમાવતી દરરોજ અડધો કિલો બાલુ ખાય છે. આ દાદી છેલ્લા ઘણા વર્ષોથી બાલુ ખાઈને પોતાનું જીવન જીવી રહયા છે.

દાદીનું કહેવું છે કે તેમને એક વૈદ્યના કહેવાથી બાલુ ખાવાનું શરૂ કર્યું હતું. ત્યારથી તે કોઈ દિવસ બીમાર નથી પડ્યા. જો તે બાલુ ન ખાય તો બીમાર પડી જાય છે. બાલુ એટલે ગંગા નદીના કિનારે મળી આવતી નાના કણોની રેતી. કુસુમાવતી છેલ્લા ઘણા વર્ષોથી ત્રણ ટાઈમ બાલુ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમાં માટે બાલુ નદી કિનારેથી તેમના પૌત્રો લાવે છે.

કુસુમાવતીના પરિવારનું માનીએ તો તે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે છેલ્લા ૪૦ વર્ષોથી બાલુ ખાઈને પોતાનું ગુજરાન ચલાવી રહયા છે. તેમના પરિવારનું માનવું છે કે જો તે બાલુ ખાવાનું છોડી દે છે તો તે બીમાર પડી જાય છે. માટે તે દિવસમાં ત્રણ વાર બાલુ ખાય છે.

આ ખુબજ અચંબિત છે. તેમના ગામના લોકો પણ ખુબજ હેરાન છે. લોકોને આજ સુધી નથી સમજાયું કે કોઈ વ્યક્તિ રેતી ખાઈને કઈ રીતે જીવિત રહી શકે છે. કુસુમાવતી દાદી આજે દરેક લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

error: Content is protected !!