દીકરીને કેન્સર થતા માતા પિતાએ પોતાની બધી જ સંપત્તિ વેચી દીકરી સારવાર કરાવી તો પણ આજે દીકરી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.

માતા પિતા માટે પોતાના બાળકો આખી દુનિયા હોય છે. માતા પિતા પોતાના બાળકો માટે કંઈપણ કરવા માટે તૈયાર થઇ જાય છે, માતા પિતા પોતાના બાળકોને કયારે તકલીફમાં નથી જોઈ શકતા, આવી જ એક ઘટના હાલ હિમાચલ પ્રદેશથી સામે આવી છે.

જ્યાં એક માતા પિતા પોતાની દીકરીને બચાવવા માટે લોકો પાસે મદદ માંગી રહયા છે. શિરમોરના કરુણ સિંહને સંતાનમાં એક દીકરી છે.તેની નામ આહના છે. તેની ઉંમર માત્ર ૫ વર્ષ છે,

આજથી એક વર્ષ પહેલા તેને કેન્સર હોવાની જાણકારી મળી હતી ફૂલ જેવી દીકરીને કેન્સર જેવી ભયાનક બીમારી થતા માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી માતા પિતા પોતાની દીકરીને બચાવવા માટે રાત દિવસ મહેનત કરી રહયા છે.

કરુણ સિંહની આર્થિક સ્થતિ સારી નથી છેલ્લા એક વર્ષમાં દીકરીની સારવાર માટે ૬ લાખ રૂપિયાનો ખર્ચ થઇ ચુક્યો છે. માતા પિતાને પોતાની પાસે જેટલી સંપત્તિ અને રૂપિયા હતા તે બધું વેચીને પોતાની દીકરીની સારવાર કરાવી, પણ હવે દીકરીની સારવાર માટે પરિવાર પાસે પૈસા નથી. એટલા માટે જ માતા પિતા પોતાની દીકરીને,

બચાવવા માટે આજે લોકો પાસે મદદ માંગી રહયા છે, લોકો પોતાનાથી બનતી નાની નાની મદદ કરીને પણ આ દીકરીનો જીવ બચાવી શકે છે, જો લોકો મદદ કરશે તો જ તેમની દીકરીની સારવાર શક્ય બનશે. આજે માતા પિતાની આંખો માંથી આંસુ જ નથી સુકાતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!