દીકરાના લગ્ન હોવાથી માતા-પિતા કપડાં લેવા બજારમાં જતા હતા પણ થયું એવું કે દીકરાને પરણાવવાની ઈચ્છા હંમેશા માટે અધૂરી રહી ગઈ.
માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે અને તેમાં કેટલાય નિર્દોષ લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. ઘણી વખતે આવા બનાવો બનવાથી પરિવારની તમામ ખુશીઓ પણ માતમમાં ફેરવાઈ જતી હોય છે, હાલમાં એવો જ એક બનાવ બન્યો છે.
જે માતા-પિતાનું અવસાન થઇ જતા આખા પરિવારની બધી જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ.આ બનાવ સુરતના વરિયાવ રોડ પર બન્યો હતો જ્યાં એક દંપતીને ટેન્કર ચાલકે અડફેટે લેતા દંપતીનું મૃત્યુ થઇ ગયું હતું.
ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં રહેતા સુરેશભાઈ અને તેમના પત્ની ગૌરીબેન બાઈક લઈને દીકરાના લગ્ન હોવાથી કપડાં લેવા માટે બાઈક લઈને અમરોલી વિસ્તારમાં જતા હતા. તેમની સાથે ચાર વર્ષનો પાડોશી દીકરો હતો.
એવામાં વરિયાવ ગામથી કોરીવાડ ગામની સીમમાં પાછળથી આવતા ટેન્કરે આ બાઈક ચાલકને દંપતીને અડફેટે મારી હતી. તો તેમાં આ દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચાર વર્ષના તન્મય બાજુમાં પડી ગયો તો તેનો જીવ બચી ગયો હતો અને આ બંનેને ઈજાઓ વધારે પહોંચી હતી.
તો તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.આ ઘટના બન્યા પછી પોલીસ દોડીને આવી ગઈ હતી અને જયારે આ બનાવની જાણ પરિવારના લોકોને થઇ તો પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
લગ્નની તમામ ખુશીઓ પળભરમાં માતમમાં છવાઈ ગયો હતો અને આ ખુશીઓ આવી પણ નહતી અને પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આજે આખો પરિવાર આ દંપતીને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.