દીકરો હોવા છતાં 4 દીકરીઓએ પોતાના પિતાની અર્થીને આપી કાંધ. કેવો જમાનો આવી ગયો છે.

હિન્દૂ ધર્મ અનુસાર આવે પણ ઘણા કાર્યો છે કે જે ફક્તને ફક્ત પુત્ર જ કરી શકે છે. પરંતુ અમુક એવી પરિસ્થિતિઓના કારણે આવી પરિસ્થિતિઓ તૂટતી જણાઈ રહી છે. આવો જ એક કિસ્સો યુપીના ઝાંસી જિલ્લાથી સામે આવ્યો છે જેમાં પોતાના પિતાની અર્થીને ચાર દીકરીઓએ કાંધ આપી હતી. ગેરીલાલા શુક્લનું ગયા શુક્રવારે હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું.

પિતાના મૃત્યુના સમાચાર સાંભરીને ચારે દીકરીઓ તરત જ પિતાના ઘરે પોહોંચી ગઈ હતી. ત્યારે આંસુ ભરેલી આંખોથી પિતાને અંતિમ વિદાય આપી હતી અને તેમના મૃતદેહને કાંધ આપી હતી. આ ચાર દીકરીઓ એજ઼ પોતાના પિતાને હિન્દૂ વિધિ વિધાન દ્વારા સ્મશાન સુધી પહોંચાડી હતી. સ્મશાનમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી.

જયારે દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપી ત્યારે આજુબાજુના લોકો પણ વિચારમાં પડી ગયા હતા. આ ઘટના વિષે વાત કરતા દીકરીઓએ જણાવ્યું કે તેમનો ભાઈ તેમના પિતા સાથે ખુબજ જગડો કરતો હતો.

તેથી અમે બહેનોએ મળીને પિતાની અર્થીને કાંધ આપી હતી.જયારે પિતાનું મૃત્યુ થયું ત્યારે બહેનોએ નક્કી કર્યું કે પિતાના મૃતદેહને હાથ પણ ના લાગવા દઈએ. એટલા માટે જ અમે બેનોએ પિતાની અર્થીને કાંધ આપ્યો હતો.

error: Content is protected !!