દીકરો હોવા છતાં આ ૮૦ વર્ષના દાદા જાતે મહેનત કરીને પોતાનું પેટ ભરે છે…

ભગવાને બનાવેલી આ દુનિયામાં એવા કેટલાય પરિવારો છે કે, જેમને પૈસા મુકવાની એ જગ્યા નથી અને તેની સામે એવાય પરિવારો છે કે જેમને ખાવા અને રહેવાના પણ ફાંફા મારવા પડે છે. આ પરિવારોમાં મોટી મોટી ઉંમરના લોકો પણ માગીંને તેમનું ભરણપોષણ કરતા હોય છે, આજે આપણે આજે તેવા જ એક દાદાની વાત કરીશું.

આ વાત સાંભરીને તમે પણ બોલી ઉઠશો કે, જયારે આપનો પણ એવો સમય આવે ત્યારે હાર માન્યા વગર કઠોળ મહેનત કરવી જોઈએ, અને આ ઉદાહરણ આ દાદાએ પૂરું પડ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તારના રમણનગરમાં રહે છે.

આ દાદાનું નામ કાળુભાઇ છે જેમની ઉંમર ૮૦ વર્ષની છે, તેમ છતાં તેઓ હાલમાં ત્યાં રોડ ઉપર બેસીને છરી, દોરી, અગરબત્તી, પાપડ વેચે છે. આ દાદા અપંગ છે અને તેઓ છેલ્લા ૧૦-૧૧ વર્ષથી અહીંયા રોડ પર બેસે છે અને ધંધો કરીને એમાંથી જે મળે તેનાથી તેમનું ગુજરાન ચલાવે છે.

આ દાદાનું એવું કહેવું છે કે, તેમનો એક દીકરો પણ છે તે હીરા અને કલર કામ કરીને તેનું તેનું કરી લે છે. મને કઈ આપતો નથી એ તેનું કમાઈને તેની પાછળ જ વાપરી નાખે છે. હું આમ આખો દિવસ રોડ ઉપર બેસીને મહેનત કરીને જે મળે તેનું ખાઉં છું

અને અમારું ગુજરાન ચાલવું છું. દાદા એવું કહે છે કે જ્યારે સુધી મારા હાથ-પગ ચાલશે ત્યાં સુધી તો આમ મહેનત કરીને જ ખાઈશ. જેનું કોઈ નથી તેના ભગવાન તો છે જ, આ દાદાનો એક જીવન મંત્ર પણ છે.

error: Content is protected !!