લાખ પ્રયત્નો કરવા છતાં પણ આ દીકરી પોતાના પિતાને ના બચાવી શકી, હવે પિતાની ખોટ આખી જિંદગી રહેશે.

આ એજ છોકરી છે જેના પિતાને મ્યુકરમાઇકોસિસ થયો હતો અને તેના પિતાને બચાવવા માટે 100 ઈન્જેકશનનની જરૂર હતી માટે તેને મધ્યપ્રદેશ સરકાર પાસે મદદ માંગતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને આ વિડીયો સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થયો હતો. આ વિડીયો જોઈને સોનું સુદ પણ આ છોકરીને વિડીયો કોલ કરીને મદદનું આશ્વાસન આપ્યું હતું.

આ છોકરીનું નામ રેણુ છે અને આજે તેના પિતાનું નિધન થયું ગઈ. રેણુના પિતાને મ્યુકરમાઇકોસિસ થયો હતો એટલે ગ્વાલિયરમાં તેમની સારવાર ચાલી રહી હતી અને તેમને મ્યુકરમાઇકોસિસની સારવારમાં વપરાતા 100 ઈન્જેકશનની જરૂર હતી. રેણુએ ગમે તેમ કરીને 100 માંથી 20 ઈન્જેકશનનની વ્યવસ્થા કરી પણ એના પછી તેને ક્યાંયથી પણ ઈન્જેકશન ન મળ્યા.

ક્યાંયથી પણ ઈન્જેકશન ન મળતા રેણુએ થાકીને પોતાનો એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો. આ વિડીયો માં તે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પણ મદદ માંગી હતી. આ વિડીયો વાઇરલ થતા સોનુ સુદે પણ સામેથી ફોન કરી ને મદદનું આશ્વાસન આપ્યું હતું.

છોકરીએ ગમે ત્યાંથી ઈન્જેકશનનની વ્યવસ્થા પણ કરી તેના પિતાની તબિયતમાં થોડો સુધારો પણ થયો હતો. ઇન્ફેકશન વધી જવાના કારણે તેના પિતાનું મૃત્યુ થઇ ગયું. આખરે લાખ પ્રયત્નો કરવા છતાં પણ દીકરી પોતાના પિતાને બચાવી ના શકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!