એક ખેડૂતના ઘરે ૩૫ વર્ષ પછી દીકરીનો જન્મ થતા તેને ઘરે હેલીકૉપટરમાં લાવવામાં આવી

દુનિયામાં એવા કેટલાક કિસ્સાઓ બનતા હોય છે કે જેને આખી દુનિયા યાદ રાખતી હોય છે અને દેશમાં સરકાર દ્વારા પણ તેને કેટલીક એવી નીતિ અને નિયમો બનાવવામાં આવતા હોય છે જેમાં સરકાર બેટી બચાવો જેવી અમૂલ્ય નીતિઓ બનાવે છે અને તેને જ સાબિત કરતો એક કિસ્સો નજર સામે આવ્યો છે.

આ કિસ્સઓએ રાજસ્થાનના નાગૌરમાંથી જોવા મળ્યો છે અને આ કિસ્સો એવો છે કે,ભલભલાની ઊંઘ ઉડાડી દેશે કેમ કે,સરકારએ જે દેશની દીકરીઓની માટે કેટલીક નીતિઓ બનાવી છે તેનાથી પણ ઉચ્ચ એવો કિસ્સો છે.

જેમાં આ ગામના એક પરિવારની અંદર ૩૫ વર્ષ પછી પરિવારમાં એક દીકરીનો જન્મ થયો છે અને તેની માટે તેના દાદાની ક્યારની ઈચ્છા હતી કે,જો આ દીકરી હશે તો આખી દુનિયાએ ના કર્યું હોય એવું કરશે.

આ દીકરીના દાદાનું નામ મદનલાલ પ્રજાપત છે,અમારા પરિવારમાં ૩૫ વર્ષ પછી પૌત્રી થઇ છે.ઘણા વર્ષોથી દીકરી નહતી જન્મી અને આ વખતે આટલા સમય પછી દીકરીનો જન્મ થયો છે.

૨૦-૨૫ વર્ષ પહેલા મેં વિચાર્યું હતું કે,જો મારે પૌત્રી થશે તો હું તેને હેલીકૉપટરથી ઘરે લાવીશ,અને તેને ઘણું લાડ,લાગણી અને પ્રેમ કરીશ.આખા દેશને પણ ખબર પડવી જોઈએ કે દીકરી નું સમાજમાં કેટલું મહત્વ હોય છે.આ મદનલાલ હેલીકૉપટરનું ભાડું આપવાની માટે તેમના એક વર્ષની ખેતી વેચી દીધી હતી.

મદનલાલનો પરિવારએ મધ્યમ વર્ગનો જ છે એની તેઓએ આજે આ કામ કરીને આખી દુનિયામાં અને સમાજમાં એક દીકરી પ્રત્યેનો અનોખો સંદેશ આપ્યો છે.

error: Content is protected !!