એક ખેડૂતે તેની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા ૨ લાખ રૂપિયા ઓક્સિજન ખરીદવા તંત્રને આપી દીધા…

સમગ્ર દેશભરમાં કોરોનાએ તેનો કહેર વરસાવ્યો છે. તેવામાં કેટલાય લોકોને ઓક્સિજન વગર મૃત્યુ પણ થઇ ગયા છે. તેવામાં કેટલાક લોકો અને સામાજિક સંસ્થાઓ દર્દીઓની મદદે આવી છે.

તેવામાં એક એવો જ કિસ્સો મધ્યપ્રદેશથી નજરે આવ્યો છે. અહીંયા એક ખેડૂતે તેની દીકરીના લગ્ન કરાવવા માટે બે લાખ રૂપિયા બચાવીને રહ્યા હતા, તે આ કોરોનાની મહામારીમાં ઓક્સિજન પુરા પાડવા માટે આપ્યા હતા.

આ કિસ્સો મદયપ્રદેશના નિમાઝ જિલ્લાના દેવયાન ગામના ચંપાલાલ ગુર્જરે ત્યાંની પ્રશાશનને તેઓએ તેમની દીકરીના લગ્ન માટે ભેગા કરેલા બે લાખ રૂપિયા કોરોનામાં સપડાઈ રહેલા અને ઓક્સિજનની કમીથી મરી રહેલા લોકો માટે ઓક્સિજન લેવા તેમના બચાવેલા પૈસા આપી દીધા હતા.

તેઓ એવું જણાવે છે કે, હું મારી દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે અને લોકોની મદદ થઇ જાય તેની માટે મેં જિલ્લા પ્રશાશને બે લાખ રૂપિયા ઓક્સિજન કોરોનાના દર્દીઓને પુરા પાડવા માટે આપ્યા હતા.

આ ખેડૂતની દીકરી અનિતા પણ તેના પિતાના આ સારા કામથી ખુબ જ ખુશ છે. આ ખેડૂતે હાલમાં પડી રહેલી ઓક્સિજનની અછતને જોઈને તેને પહોંચી વળવા માટે બે લાખ રૂપિયા આપી દીધા હતા. તેમ જ બીજા કેટલાય લોકો હાલમાં લોકોની મદદે આવ્યા છે.

error: Content is protected !!