વિદાયના સમયે આ છોકરીએ અચાનક તેના પિતાને કહ્યું કે પપ્પા હું સાસરે નહિ જાઉં. જયારે વાત બધાની સામે આવી તો બધાની આંખો ભીની થઇ ગઈ.

આજે અમે તમને જે વાત જણાવા જઈ રહયા છીએ એ વાત જાણીને તમે પણ એકવાર વિચારતા થઇ જશો. વાત છે. મહેસાણામાં રહેતી નેહા નામની છોકરીની જેના લગ્ન પછી તેની વિદાય ચાલી રહી હતી.

જયારે તે પરિવારથી વિદાય લઈને ગાડીમાં બેસવા જતી હતી ત્યારે તેનો પતિ પંકજ અને તેનો મિત્ર વિકાસ બંને વાતો કરી રહ્યા હતા કે ઘરે જતા પહેલા કોઈ સારી હોટલમાં જઈને ભર પેટ ખાવું પડશે. અહિ તો જમવામાં મજા જ નહિ આવી.

નેહા ના પતિ પંકજે પણ કહી દીધું કે હા યાર જમવામાં કઈ ઠેકાણા જ ના હતા. ઘરે જઈએ એટલે તમને બધાને હું સરસ મજાની હોટલમાં જમાડી દઉં. આટલું સંભારીને નેહા ગાડીનો દરવાજો બંધ કરીને પાછી પોતાના માતા પિતા પાસે જતી રહી અને કહ્યું કે હું સાસરે નહિ જાઉં. આ સંભારીને નેહાના સસરા દોડતા દોડતા આવીને પૂછવા લાગ્યા કે બેટા શું થયું કેમ ના પડે છે.

નેહા કહ્યું કે મારા પપ્પા માર લગ્નની ચિંતામાં ને ચિંતામાં 1 વર્ષથી સરખું ઊંઘ્યાં નથી. એક પિતાને તેની દીકરી કેટલી વાલી હોય છે. આ તમે નઈ સમજી શકો કારણ કે તમારે કોઈ દીકરી નથી.

છેલ્લા એક વર્ષથી મારી મમ્મીએ નવી સાડી નથી પહેરી આજે પણ તે તમને બધાને બતાવવા માટે તેની બહેનની સાડી પહેરીને ઉભી છે. મારા પપ્પાના આ 150 રૂપિયાના શર્ટનિ પાછળ બંડીમાં કેટલા કાણા છે.

તે તમે નઈ દેખાય અને તમારા દીકરા અને તેમના મિત્રોને રોટલીઓ ઠંડી લાગી પનીરમાં ગડબડ લાગી. આમાં મારા પપ્પાનો કોઈ દોષ નથી રસોઈયાનો દોષ કહેવાય. આ પછી નેહાના પતિએ બધાની સામે નેહાના પિતાનિ માફી માંગી અને નેહાના પિતાએ તેને સમજાવી કે તું સાસરે જા પછી નેહા ખુશી ખુશી સાસરે ચાલી ગઈ.

error: Content is protected !!