સાળી એ પોતાના જીજાજી સાથે કરી લીધા લગ્ન કારણ જાણીને બધા લોકો કહશે કે, ભગવાન જો દીકરી આપવી હોઈ તો આવી સમજુ દીકરી આપ જે.

અમુક વાર એવા સારા સારા લગ્ન પ્રસંગના કિસ્સા સામે આવતા હોય છે કે જેને જાણીને દિલ ખુશ થઇ જાય. આજે અમે એક એવો કિસ્સો તમને જણાવવા જઈ રહ્યા છી એ કે જેમા એક સાળી એ પોતાના જીજાજી સાથે લગ્ન કરી લીધા. તમને થતું હશે કે એમાં શું નવાઈ છે પણ આ છોકરીએ પોતાના પરિવારની ખુશી માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધું.

જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઈની પુત્રી કોમલે પોતાના જીજાજી સાથે લગ્ન કરી લીધા કારણ કે કોમલની મોટી બહેનનું એક્સીડંટમાં મૃત્યુ થઇ જતા. કોમલને થયું કે મારી બેનના ભાણિયાનું કોણ ધ્યાન રાખશે.

કારણ કે તેમની મોટી બહેનના ભાણીયાનો એક હાથ પણ નથી કોમલને થયું કે જો મારા જીજાજી બીજા લગ્ન કરે અને તેમની નવી પત્નીએ મારા ભાણિયાને સારું ન રાખું તો.

કોમલે નક્કી કર્યું કે એના કરતા તો હું જ મારા જીજાજી સાથે લગ્ન કરી લઉં તો મારા ભાણિયાને એક મા નો પ્રેમ પણ મળી જાય. જયારે કોમલે આ વાત તેના પરિવારને કરી ત્યારે તેનો આખો પરિવાર ચોકી ગયો.

પરીવારે કહ્યું કે કોમલ લગ્નને લઈને તારાભી સપના હશે. ત્યારે કોમલે જવાબ આપ્યો કે મેં આ નિર્ણય કોઈપણ દબાણ વગર લીધો છે. ત્યારે કોમલની આ વાત સાંભરીને પરિવારના બધા લોકોની આંખમાં આંસુ આવી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!