દીકરીએ ઘરનો દીકરો બની પિતા અને દાદાનું વર્ષ્યો જૂનું સપનું પૂરું કર્યું તો પરિવારે દીકરીની સફળતાને ખુબજ ધૂમધામથી ઉજવી.

આજે દીકરીઓ પણ મહેનત કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કરી રહી છે. આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે તેને પોતાના દાદા અને પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું. આ દીકરીનું નામ નિશા છે અને તે રાજસ્થાનની રહેવાસી છે. નિશાએ UPSC ની પરીક્ષા પાસ કરીને પોતાના પિતા અને દાદાનું અધૂરું સપનું પૂરું કર્યું છે.

નિશા ભણવામા પહેલાથી જ હોશિયાર હતી માટે માતા પિતાએ પણ કયારેય તેને ભણવાની ના નહતી પાડી તેને જે સુખ સુવિધાની જરૂર હતી. એ બધી જ સુખ સુવિધા આપી. નિશાએ પોતાનો બધોજ અભ્યાસ ગામડાની સરકારી શાળાઓ માંથી પૂરો કર્યો છે. નિશાએ બાળપણથી જ પોતાનું સપનું બનાવી દીધું હતું કે તે મોટી થઈને IAS ઓફિસર બનશે.

લોકો પાસેથી ઇન્ફોરમેશન લઈને નિશાએ તૈયારી ચાલુ કરી અને તે પોતાની તૈયારી માટે દિલ્હી જતી રહી હતી. ત્યારે લોકોએ તેના માતા પિતાએ કહ્યું કે દીકરીનું ભણવાનું પતિ ગયું છે. તો હવે તેના લગ્ન કરી લો. તો તેના માતા પિતા બધાને કહેતા કે તે IAS ની તૈયારી કરી રહી છે માટે લગ્નની થોડીવાર છે. તો લોકો તેમની મજાક બનાવતા.

માતા પિતાએ દીકરીના સપના આગળ બીજા લોકોની વાતોને આવવા ના દીધી. દીકરીને ખુબજ સપોર્ટ કર્યો અને આજે દીકરીએ UPSC ની પરીક્ષા પાસ કરીને માતા પિતા અને પરિવારનું ખુબજ નામ રોશન કર્યું છે. જયારે પરિવારમાં આ વાતની જાણ થઇ હતી ત્યારે દીકરીની સફળતાને ખુબજ ધૂમધામથી ઉજવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!