ભગવાનના મંદિરમાં અને ઘરના મંદિરમાં ધૂપ કરવાના રહસ્યમયી ફાયદાઓ. જાણો

આપણી હિન્દૂ સંસ્કૃતિ જેની અંદર સદીયોથી ભગવાનના ધૂપ વિષે અનેરું મહત્વ પણ છે. પહેલાના વખતમાં ઋષિ મુનિયો યજ્ઞ કરીને તેમાં વિવિધ દ્રવ્યોની આહુતિ કરીને ધૂપ કરવામાં આવતો હતો.

સમય પસાર થતાની સાથે હાલમાં યજ્ઞની જગ્યાએ ધૂપે સ્થાન લીધું છે. દરરોજ ઘરમાં પૂજા કરવાથી ઘરનું સ્થાન પવિત્ર બની જાય છે, તેની સાથે સાથે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.

જો ઘરમાં પૂજાના સમયે ધૂપ કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે, અને તેમની દ્રષ્ટિ હંમેશા તમારી ઉપર રહે છે તેવું માનવામાં આવે છે. ભારતની હિન્દૂ સંસ્કૃતિમાં ધૂપ અને દીવો પ્રાચીન કાળથી કરવામાં આવે છે,

તેને પ્રગટાવવોએ વાસ્તુશાસ્ત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની પ્રમાણે રોજ ધૂપ કરવાથી ઘરનું વાસ્તુદોષ પણ દૂર થાય છે. કપૂરનો ભારતીય સંસ્કૃતિની સાથે ઘણો જૂનો નાતો છે ભગવાનની દરેકે દરેક પૂજામાં કપૂરનો મૉટે ભાગે ઉપયોગ થતો હોય છે.

પૂજા આરતી કર્યાના પછી ઘરમાં કપૂર પ્રગટાવવું જોઈએ તેનાથી એવું માનવામાં આવે છે કે, ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે, તેની સાથે સાથે ઘરમાં પૈસાની ઉણપ પણ પુરી થયા છે.

જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘરમાં કોઈ પણ દ્વાર ખોટી જગ્યાએ બની ગયા હોય તો, તો બધી જગ્યાએ એક કપૂરનો ટુકડો મૂકી દેવો જોઈએ. આમ કરવાથી કપૂરનો ટુકડો તેના ચમત્કારી રૂપથી તે વાસ્તુદોષને દૂર કરી દે છે.

તેની સાથે સાથે આપણે અઠવાડિયામાં એકાદ દિવસે ગુગરનો ધૂપ કરવો જોઈએ, આ ધૂપ કરવાથી ઘરમાં ગૃહ ક્લેશ શાંત થાય છે. ગુગરએ સુગંધિત હોવાની સાથે સાથે મગજના રોગો માટે પણ ખુબ જ ઉપયોગી હોય છે.

error: Content is protected !!