ગરીબ અને ભૂખ્યા લોકો માટે આ યુવાનો આજે અન્નદાતા બનીને ધરતી ઉપર આવ્યા છે…

કોરોનાની બીજી અને ઘાતકી લહેર ચાલી રહી છે તેવામાં કેટલાય લોકોએ ઘણી મોટી મહામુસીબતોનો સામનો પણ કર્યો છે. જેમાં કેટલાય લોકોએ તો ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કર્યા છે, તેવામાં સાગર જિલ્લાના આ યુવાનો જે નિકરી પડ્યા ગરીબ લોકોને ખવડાવવા માટે.

આ યુવાનોએ ગરીબ લોકોને તેમનાથી થાય એવી રીતે બે ટાઈમ ખાવાનું ખવડાવીને ગરીબ લોકોની મદદ માટે આવ્યા છે. આ યુવા ગ્રુપ મદદે આવી ગયું છે, મધ્યપ્રદેશના સાગર જિલ્લાના એવા કેટલાક યુવાનો જેઓએ એવું વિચારીને ૫૦ લોકોના જૂથે આ સારા કામની શરૂઆત કરી હતી અને આ ૩૦૦ લોકોનું જૂથ ક્યારે થઇ ગયું તે તેઓને પણ ખબર જ નથી પડી.

આ યુવાનોના ગ્રુપે કોરોનાના કર્ફ્યુના સમયમાં પરેશાન થઇ રહેલા ગરીબ અને જરૂરિયાતમંદોને ખાવાનું ખવડાવવાનું એક મહત્વનું કામ ચાલુ કર્યું છે. આ લોકોની ટીમ જે લોકોને જરૂરિયાત હોય તેવા લોકોની પાસે જઈને ખાવાનું આપી આવે છે.

આ યુવાનો શોધી શોધીને ભૂખ્યા લોકોને ખવડાવીને અન્નદાતાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપ વાળા ભાઈઓ ગરીબોની સાથે સાથે પોલીસ કર્મચારીઓને પણ ખાવાનું અને પાણી પણ પીવડાવે છે.

આ ગ્રુપના યુવાનોએ પહેલા ઘરેથી અને તેમની પાસે હતા તે રૂપિયાઓથી શરૂઆત કરી હતી અને ધીમે ધીમે જયારે આ વાતની જાણ ઘણા લોકોને થઇ તો તેઓએ તેમનાથી મદદ આ યુવાનોના જૂથને પણ કરી હતી

અને તેનાથી જ આ ટીમે વધુ ગરીબોની મદદ કરવાની ચાલુ કરી હતી. આ ટીમ મેમ્બર એવું પણ જણાવે છે કે, તેઓનું આ કામ ચાલુ કરે લગભગ એક મહિનો થવા આવ્યો અને અમારાથી થશે ત્યાં સુધી અને આગળ પણ કરતા જ રહીશું અને અમારી તો એજ ઈચ્છા છે કે અમે આ ગરીબ લોકોને ભોજન કરાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!