વિઘ્નહરતા ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવારના દિવસે કરો આ ખાસ ઉપાય.

બુધવારનો દિવસ વિઘ્નહરતા ગણેશને સમર્પિત છે. ભગવાન ગણેશને બધા દુઃખોના પાલનહાર માનવામાં આવે છે. શું તમારો ધંધો સારો નથી ચાલી રહયો. નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું.

ઘરમાં પૈસા તો આવે છે પણ તે ટકતા નથી તો બુધવારના દિવસે થોડા ઉપાયો કરીને આ તકલીફોથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે તમને કેટલાક ઉપાય જણાવીશું જે તમે બુધવારના દિવસે કરી શકો છો.

બુધવારના દિવસે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. તમે જે પણ કામ કરો છો એમાં તમને સફળતા નથી મળી રહી અને ઘરમાં ખુબજ અશાંતિનું વાતાવર છે

તો બુધવારના દિવસે ઘરમાં ગણપતિની સફેદ મૂર્તિને સ્થાપિત કરો. તમને તમારી મહેનત અનુસાર સફળતા નથી મળી રહી તો બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમને ગોળ અને ઘીનો ભોગ ચઢાવો અને આ ભોગને ગાયને ખવડાવી દો.

તમારા જીવનમાં તકલીફો ઘટવાની જગ્યાએ વધી રહી છે અને તમે એનાથી પરેશાન થઇ ગયા છો તો બુધવારના દિવસે હાથીને ઘાસ ખવડાવો અને ગણેશ મંદિરમાં જઈને તકલીફો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. જો હાથી ના મળે તો ઘાસ ગાયને ખવડાવો. બુધવારના દિવસે કોઈ ગણેશ મંદિરમાં જઈને દાન કરો દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

error: Content is protected !!