ધૈર્યરાજે તેની કસોટી માત્ર ૪૨ દિવસમાં પુરી કરી અને તેને ૧૬ કરોડ રૂપિયા જમા થયા હવે યુ.એસ થી ઇન્જેક્શન આવશે અને મુંબઈમાં સારવાર લેશે.
ફક્ત ૪૨ દિવસની અંદર એક મોટા રોગથી પીડિત ગુજરાતના કાનેસર ગામમાં રહેતા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર અર્થે ૧૬,૦૬,૩૨,૮૮૪/-.રૂપિયાની દાનની રકમ જમા થઇ ગઈ છે.
અને આ બાળકએ ફક્ત ૩ મહિનાનો છે અને તેને કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એથ્રોફી ફેક્ટશીટ (એસએમએ -1) નામની એક બીમારીની સામે તે લડી રહ્યો છે અને તેને આ રોગ જયારે તે જન્મ્યો ત્યારથી જ છે.
જેમાં આ દુલર્ભ રોગના નિદાન કરાયા બાદ પરિવારે ડોકટરોએ જણાવ્યું હતું કે તેની માટે તમારે ૧ વર્ષનો સમય છે અને આ વર્ષમાં ૧૬ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે.
અને તે પૈસાથી યુનાઇટેડ સ્ટેટ્સથી આ બીમારીનું ઇન્જેક્શન લાવી શકાય અને ધૈર્યરાજને લગાવી શકાય અને તે ૧૬ કરોડ રૂપિયા માત્ર બે લાખથી વધુ દાતાઓએ તેમની ઉદારતાથી ૪૨ દિવસની અંદર ૧૬.૬ કરોડનું દાન જમા કરી લીધું છે.
આ ધૈર્યરાજને મદદ માટે તેના પિતાના નામે એક ખાતું ખોલવામાં આવ્યું હતું અને તે બેંક ખાતામાં જમા કરાઈ રહી હતી ૭ મી માર્ચે ધૈર્યરાજને સારવાર માટે એનજીઓના સહયોગથી આ ખોલવામાં આવેલા બેંક ખાતામાં ૧૬ લાખ રૂપિયા જ હતા અને તે ૬ એપ્રિલ સુધીમાં ૧૬ કરોડ થઇ ગયા.
આ બીમારીની સામે પૈસાની વ્યવસ્થા થયાના પછી હવે ધૈર્યરાજ મુંબઇમાં તેની સારવાર કરવામાં આવશે અને તેના પછી તે તેનું જીવન યોગ્ય રીતે જીવી પણ શકશે,
આ બાબતે તેના પિતા રાજદીપસિંહ રાઠોડે કહ્યું કે,પુત્ર ધૈર્યરાજની સારવાર માટે ૧૬ કરોડની જરૂર હતી અને તેની માટે હું આમતેમ એક શહેરથી બીજા શહેરમાં રખડ્યો હતો અને લોકો પાસે મદદની માંગ કરી અને જેની સામે મને લોકોએ દિલથી સહકાર આપ્યો છે અને તેનાથી આજે મારા પુત્રની જિંદગી બચી જશે.ઇન્જેક્શનની ઉપર ૬ કરોડ રૂપિયાનો ટેક્સ પણ માફ કરવામાં આવ્યો છે.