ધૈર્યરાજની દવા મંગાવવાની માટે સંસ્થા દ્વારા એગ્રીમેન્ટ બનાવાયો જાણો વિગત…

હાલમાં કોરોનાએ લોકો ભેટી રહ્યો છે અને તેની વચ્ચે થોડા સમયની પહેલા પંચમહાલના કાનેસરના રાજદીપ સિંહ રાઠોડના ૩ મહિનાના દીકરા ધૈર્યરાજસિંહને એક એસએમએ-૧ નામની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યો હતો અને તેના ઈલાજની માટે યુએસથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ હતું અને તેની માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂરિયાત હતી.

આ ૧૬ કરોડ રૂપિયા ભેગા કરવાની માટે ગુજરાતના લોકોએ અને બહારથી પણ મોટો સપોર્ટ મળ્યો હતો અને બધાના સારા પ્રતિસાદથી માત્ર ૪૨ દિવસની કઠોળ પરીક્ષા પછી આ ૧૬ કરોડ રૂપિયા એકત્ર થઇ ગયા હતા અને જેથી તેના પછી હવે તેની દવા મંગાવવાની માટે એગ્રીમેન્ટ પણ થયો છે અને આ એગ્રીમેન્ટ વિષે જાણીએ કે શેના માટે કરવામાં આવ્યો છે.

આ દવાની માટે ઈમ્પૅક્ટ ગુરુ ફાઉન્ડેશન સંસ્થાની ઑફિસે જઈને તેમનો આ એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો હતો,કેમ કે આગળની જે પ્રક્રિયા કરવાની માટે આ એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો છે,

નોવાર્ટિસ જે આ રોગની વેક્સીન બનાવે છે તેની માટે આ પેમેન્ટ કરી રીતે કરવાનું છે,તેની માટેનો આ એગ્રીમેન્ટ બનાવવામાં આવ્યો છે.ત્યારબાદ ડોક્ટરની જોડે પણ એક એગ્રીમેન્ટ બનાવવાનો છે અને તે ડોક્ટરની એપોઇમેન્ટ લેવાની બાકી છે.આગળની જે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ થશે તેની બધાને જાણ કરવામાં આવશે.

ધૈર્યરાજના પિતાએ તેમની પ્રતિક્રિયામાં એવું કીધું હતું કે,જે લોકોએ આ કેમપેઇન માં સહકાર આપ્યો છે તેની માટે બધાનો આભાર માનું છું અને ઈમ્પૅક્ટ ગુરુ સંસ્થામાં બીજી વાર આવ્યા છીએ અને આ એગ્રીમેન્ટ બનાવ્યો છે કે

જ્યાંથી આ વેક્સીન લાવવાની છે તે નોવાર્ટિસ કંપનીને કઈ રીતે પેમેન્ટ કરવાનું છે તેની બધી જ માહિતી આ એગ્રીમેન્ટમાં લખવામાં આવી છે અને બીજી વાર હું બધા લોકોનો આભાર માનું છું.

error: Content is protected !!