ધૈર્યરાજસિંહના પિતાએ લોકોનો આભાર માન્યો, હવે કઈ રીતે મંગાવશે ઈન્જેકશન ?

સોસીયલ મીડિયામાં ચાલેલી ધૈર્યરાજની સારવાર માટેની મુહિમ રંગ લાવી છે.આખરે તેની સારવાર માટે 16 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે.ધૈર્યરાજ SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાતો હતો.આ 3 મહિનાના માસુમને બચાવવા માટે સોસીયલ મીડિયા પર એક મુહિમ ચાલેલી અને ગુજરાતના લોકોએ પણ આ માસૂમની મદદ દિલ ખોલીને કરી હતી.

લોકોના પ્રયાસથી આખરે 16 કરોડ રૂપિયા ભેગા થઇ ગયા છે.ત્યારે એના પિતા એ મીડિયા સાથે એક ખાસ વાત કરી ને કહ્યું કે જયારે અમને ખબર પડી કે ધૈર્યરાજએ SMA 1 નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.

અને તેની સારવાર માટેનો ખર્ચ કરોડોમાં છે.અને મહારાષ્ટ્રમાં પણ એક આવો કેશ હતો તો મેં એ દીકરીના પપ્પા જોડે વાત કરી અને તેમનાથી જાણવા મળ્યું કે આપણે આવું ક્રાઉડ ફંડિંગ ભેગું કરી શકીયે છીએ.

એટલે અમે પણ ક્રાઉડ ફંડિંગ ભેગું કરવા માટે સોસીયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.અને ફંડ ભેગું કરવાનું ચાલુ કર્યું.અને અમારા આ કામમાં ગુજરાતના દરેક ધર્મના લોકો મોટી સંસ્થો અને કલાકરો જોડાતા ગયા

અને લોકોએ તેમનાથી થતી મદદ પણ કરી અને બીજા લોકો સુધી આ મેસેજ પણ પોહચાડયો હતો.અને આજે ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ રૂપિયા ભેગા થઇ ગયા છે.હાલ ધૈર્યરાજની સારવાર માટે જે ઈન્જેકશન મંગાવવાનું હતું એની પ્રોસેસ ચાલુ છે તેના માટે બ્લડ સેમ્પલ મોકલવામાં આવશે.હું બધા લોકોનો ખુબ ખુબ આભાર માનુ છુ.

error: Content is protected !!