ધૈર્યરાજ માટે કેટલું દાન આવ્યું જાણો.
હાલમાં આ કોરોનાની મહામારીની સાથે સાથે જીવનમાં કેટલીક બીજી બીમારીઓનો પણ લોકોને સામનો કરવો પડતો જ હોય છે તેવામાં જ આપણે બધા જાણીએ જ છીએ તેવી જ રીતે ધૈર્યરાજની જીવનની કહાની,
ધૈર્યરાજાએ મહીસાગર જિલ્લાના કનેસર ગામમાં તેનો જન્મ થયો છે અને તે હાલ સાડા ત્રણ મહિનાનો છે અને ધૈર્યરાજએ એક ગંભીર બીમારીનો શિકાર બનેલો છે જેનું નામ એસ એમ એ-૧,જેમાં તેને શ્વાસ અને બીજી ઘણી તકલીફો પણ પડે છે
તેની આ બીમારીના ઈલાજની માટેનો ખર્ચો રૂપિયા ૧૬ કરોડ છે અને ધૈર્યરાજના માતા અને પિતા તથા તેનો પરિવારએ એક મધ્યમ વર્ગનો પરિવાર છે
અને તેનાથી જ તેઓ આ ઈન્જેકશન લઇ શકતા નથી,અને તેમની મદદ કરવાની માટે ગુજરાતના અને બહારના લોકોએ તેમની મદદ કરવાની માટે રસ્તાઓ અને ગુજરાતના જુદા જુદા ગામોમાંથી દાન એકત્રિત કરીને તેની મદદ કરી હતી.
આની સાથે સાથે ગુજરાતી કલાકારો એ પણ ખુબ જ મોટો ફાળો આપો હતો અને ગુજરાત સરકારે પણ તેની મદદ કરવાની માટે દસ લાખ રૂપિયાનો ટેકો કર્યો હતો.
અને તે વાતને આજ દિન સુધી તેમને દાતાઓએ ઓનલાઇન ખાતામાં લગભગ ૧૫.૫૦ કરોડનું દાન આવી ગયું હતું અને હવે તે ઈન્જેકશન માટે અંદાજિત ૫૦ લાખ રૂપિયા ખૂટે છે જેથી તેની મદદ કરવાની માટે તમારાથી બનતી મદદ કરો.
આપણે આવીને આવી જ રીતે બાકીની બચેલી રકમ પણ તેને દાન આપીએ જેથી એક માસુમ બાળક ધૈર્યરાજનો જીવ બચી જાય અને તેથી તેના અને તેના આખા પરિવારના આશીર્વાદ આપણને મળે.