ઘરે બનાવેલી આ મલમ ધાધરનો દુશ્મન છે, તમે પણ ધાધરથી છુટકારો મેળવવા અપનાવી જોવો આ મલમ…

આપણા શરીરમાં અવાર નવાર કેટલીય નાની નાની બીમારીઓ આવતી હોય છે તેને દૂર કરવાની માટે આપણા એનાથી થતા તમામ પ્રયાસો કરતા જ હોઈએ છીએ. આપણને કેટલી વાર ચામડીના રોગો પણ થતા હોય છે.

તેમાં ધાધર પણ થતી હોય છે, આ ધાધરને સૌ કોઈ જાણે છે. આ ધાધર થાય એટલે તે શરીરમાં જે જગ્યાએ થઇ હોય તે જગ્યાએ ખંજવાર પણ ઉત્પ્ન્ન કરે છે. જો તમને આ ધાધર થઇ હોય તો, તમારે ત્યાં અડી ગયા પછી બીજી જગ્યાએ હાથ ના લગાવવો જોઈએ. કેમ કે, આ ધાધરએ ચેપી રોગ છે એટલે તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ.

તેની માટે આ ઘરેલુ ઉપાય કરવાનો છે તેની માટે તમારે કડવા લીમડાના પાન લેવાના છે, ત્યારબાદ તેનો મિક્ચરમાં રસ કાઢી લેવાનો છે. કડવા લીમડાના પાનએ ચામડીના ગમેતે રોગોની સામે તમને રક્ષણ આપે છે.

તેના પછી તમારે હળદળ લેવાની છે. હળદળ પણ ચામડીને લગતી સમસ્યાને દૂર કરવાના ઘુનો ધરાવે છે. તેના પછી તમારે તલનું તેલ લેવાનું છે, આ તલ કુદરતી રીતે ચામડીને ભેજ પૂરો પડે છે. આ મલમ બનાવવા માટે એક ચમચી કડવા લીમડાનો રસ, એક ચમચી હળદળ અને એક ચમચી તલની તેલ લેવાનું છે.

આ ત્રણેય વસ્તુઓને બરાબર મિક્સ કરી દેવાનું છે, અને તેનો એક મલમ જેવી પેસ્ટ બની જાય તેવી બનાવી દેવાની છે. રાત્રે સૂતી પહેલા જે જગ્યાએ તમને ધાધર થઇ હોય તેને ચોખ્ખા પાણી વડે ધોઈને આ પેસ્ટને જજે જગ્યાએ ધાધર થઇ છે ત્યાં લગાવી દેવાનું છે.

આ પેસ્ટ લગાવવા માટે રૂ ના પૂમડાં વડે આ મલમ ધાધર ઉપર લગાડવાનો છે. આ ઉપાય ખુબ જ ટૂંકા સમયમાં તમારી ગમે તેવું ધાધરને દૂર કરી દેશે. આ ઉપાય કરતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!