દેવાયત પંડિતે પોતાની આગમવાણીમાં જણાવ્યું હતું કે પૃથ્વીનો અંત કઈ આવી રીતે થશે, આજે આ આગમવાણી સત્ય સાબિત થઇ રહી છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ દેવાયત પંડિત વિષેતો તમે જાણતા જ હશો. દેવાયત પંડિતએ તેમના પુસ્તક આગમવાણીમાં પૃથ્વીના અંત વિષે ઘણી વાતો કહેલી છે. જેના વિષે આજે અમે તમને જણાવીશું. દેવાયત પંડિતએ પૃથ્વીના અંત વિષે એક ભજન લખ્યું છે. દેવાયત પંડિત એક એવા સંત હતા કે જેમને હજારો વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી આજે સાચી પડી કરી છે.
દેવાયત પંડિતએ ત્રિકાળ જ્ઞાની હતા. તેમને પોતાના સમયમાં જ પૃથ્વીના અંત વિષે આગાહી કરી દીધી હતી. તેમને પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે શહેરો સૂના પડી જશે, ધરતી પર યુદ્ધના વાહનો દોડશે,
સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે તો પણ લોકો તેની ફરિયાદ ક્યાંય કરવા જઈ શકશે નહિ. આજે આપણે એવા ઘણા કિસ્સાઓ સંભારીએ છીએ કે સ્ત્રીઓની લાજ લૂંટાય છે. તો પણ કોઈ ફરિયાદ કરવા સામે આવતું નથી.
દેવાયત પંડિત કહે છે કે એવો સમય આવશે કે જ્ઞાની લોકો અને પુસ્તકોની કોઈ કિંમત રહેશે નહિ. લોકોને શાસ્ત્રો અને ગ્રંથોની વાતો ખોટી લાગશે. બળવાન અને નીડર લોકો ડરપોકની જેમ ઘરમાં બેસી રહેશે.
ધરતી પ્રાણીઓ અને વૃક્ષોનો વિનાશ કરશે. કેટલાક લોકો ભયાનક રોગચારામાં મૃત્યુ પામશે તો કેટલાક યુદ્ધમાં. પૃથ્વી પર પાણી ખૂટી પડશે, વાવાજોડા ફૂંકાશે. નદીઓ સુકાઈ જશે અને ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લઈને ધરતી પર આવશે જેમના રથ પર હનુમાનજી બિરાજમાન હશે. આજે આ બધી વાતો સાચી પડતી જણાઈ રહી છે. થોડું વિચારો તો તમને પણ આ બધી વાતો સમજાઈ જશે.