બોરવેલમાં પડેલા બાળકને બહાર કાઢવા ભલભલી આધુનિક ટેક્નોલોજી ફેલ થઇ ગઈ ત્યારે, ગામના કાકાએ દેશી પદ્ધતિથી ફક્ત ૨૫ મિનિટ માંજ બાળકને બહાર કાઢી દીધું.

રાજસ્થાનથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દેશી પદ્ધતિની સામે આધુનિક ટેક્નોલોજી ફેલ થઇ ગઈ છે. રાજસ્થાનના જાલોરમાં એક બાળક 90 ફૂલ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું.

બાળકને બચાવવા માટે અનેક નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા. જયારે બધા થાકી ગયા અને આધુનિક ટેક્નોલોજી પણ કામ ન આવી ત્યારે ગામના માધારામેં દેશી પદ્ધતિથી બાળકને માત્ર 25 મિનિટમાં જ બહાર કાઢી દીધું.

આ ઘટનામાં જાલોરમાં 6 વર્ષનો એક છોકરો સાવરે રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્ર ત્યાં આવી ગયું હતું. આ પછી બોરવેલમાં કેમેરો નાખીને બાળકને જોવામાં આવ્યો

તે જીવતો હોવાથી તેને પાણી અને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. આ માસુમ અનિલને બહાર કાઢવા માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક પદ્ધતિઓ દ્વારા ખુબજ પ્રયાસ કરવામાં આવ્યો પણ તે સફર થયા નહિ.

જયારે કોઈ પણ ટેક્નિક કામ ન લાગી ત્યારે ગામના એક વ્યક્તિ માધારામે બાળકને બહાર કાઢવા માટે એક દેશી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. માધારામે 90 ફૂટના 3 પાઇપો મંગાવ્યા હતા

અને તે ત્રણેયને દોરડા વડે બાંધીને કેમેરા સાથે બોરવેલમાં ઉતારવામાં આવ્યા હતા. આ પછી બાળક આ પાઈપમાં ફસાઈ ગયું હતું અને પાઈપને ખેંચીને બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. એક દેશી પદ્ધતિએ એક બાળકનો જીવ બચાવ્યો.

error: Content is protected !!