નેશનલમાં ૪ વખત રમી ચુકી છે, આ બંને દીકરીઓ પણ ગરીબીના લીધે તેઓ દેશ માટે મેડલ મેળવવાનું સ્વપ્નું પૂરું નથી કરી શકતા.
લોકો તેમના સપનાઓ પુરા કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, પણ તેમની ગરીબીના કારણે તેઓ આગળ નથી જઈ શકતા અને તેમના સપનાઓ પણ પુરા નથી કરી શકતા. આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં રાષ્ટ્રીય હોકીની રમતમાં ટીમમાં રમવાની ઈચ્છા ધરાવતી હતી, પણ તેમની ગરીબીના લીધે પિતાના મૃત્યુ પછી તેઓએ તેમના સપનાને સાકાર ના કરી શક્યા.
આ વાત રાષ્ટ્રીય હોકી ટીમની ખેલાડીઓ જે શાહપુરની પ્રેયી પંચાયતના પરસેલ ગામની રિયા અને રશ્મિની છે, જેમની દેશ માટે મેડલ જીતવાની ઈચ્છા હતી. આ બંને હોકીની ખેલાડીઓ છે
અને તે બંને રિયા અને રશ્મિ અગાઉ ચાર વખતે નેશનલ પણ રમી ચુક્યા છે, અને તેઓને દેશ માટે પણ રમવું હતું. આ બંને બહેનોએ ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો હતો, તેમના પિતાજીનું અવસાન વર્ષ ૨૦૧૬ માં થયું હતું.
પછી પરિવારની ઉપર દુઃખોનો પહાડ પણ તૂટી પડ્યો હતો. તે બંને એ તેમની જે બચત કરેલી રકમ માંથી તેઓએ કોચિંગ પાછળ જ પૈસા વાપરી નાખ્યા હતા. રિયાએ સ્પોર્ટ્સ હોસ્ટેલ માજરા
અને રશ્મિએ સાંઈ ધર્મશાળામાં હોકી શીખ્યા હતા. આગળ કોચિંગ માટે જવું હતું પણ પૈસાના અભાવને કારણે નહતા જઈ શકતા. આ બંને દીકરીઓની માતા આજે મજૂરી કામ કરીને તેમનું અને દીકરીઓનું ગુજરાન ચલાવે છે.
તેમના પરિવારમાં ત્રણ બહેનો અને તેમની માતા એક સાથે રહે છે. આ દીકરીઓની માતા એવું કહી રહી છે કે તેમની દીકરીઓ આગળ નેશનલમાં રમી ચુકી છે અને તે બંને હજુ પણ આગળ રમવા માંગે છે. મારી પાસે પૈસાનો અભાવ હોવાથી મેં મારી મોટી દીકરી રોમાના લગ્ન કરાવી દીધા છે અને બાકીની બંને દીકરીઓની સાથે તેમનું ગુજરાન ચલાવી રહી છે.